પાકમાં ભયંકર આતંકી હુમલામાં કેટલા મોત થયા ?
- કોને નિશાન બનાવ્યા ?
- કોણે હુમલાની જવાબદારી લીધી ?
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ મથક અને સૈન્ય ઠેકાણે આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં કુલ 24 જેટલાં પોલીસકર્મી અને સુરક્ષાકર્મીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં આતંકવાદને હવા આપીને સેંકડો આતંકીઓને ઘૂસાડી રહેલા પાકને આતંકીઓ જ નિશાન બનાવી રહ્યા છે.
આ હુમલાની જવાબદારી તહરિક એ જિહાદ પાકિસ્તાન નામના આતંકી સંગઠને લીધી છે. ગત નવેમ્બર મહિનામાં પણ પાકિસ્તાનના મિંયાવાલી એરબેઝ પર આત્મઘાતી હુમલો થયો હતો અને નવ આતંકીઓ પાકિસ્તાની એરફોર્સના આ બેઝની સુરક્ષા વ્યવસ્થાને તોડીને અંદર ઘુસી ગયા હતા. બંને તરફથી ભારે ફાયરિંગ થયુ હતુ અને આખરે નવ આતંકીઓને ઢાળી દેવાયા હતા.