મધ્યપ્રદેશમાં ભયંકર અકસ્માતમાં કેટલા મોત થયા ? વાંચો
- ડીઝલ ટેન્કનું શું થયું ?
મધ્યપ્રદેશના ગુનાથી આરોન જતી બસને એક ડમ્પરે જોરદાર ટક્કર મારી દીધી હતી. જેના બાદ ડીઝલ ટેન્ક ફાટી જતાં બસ આગનો ગોળો બની ગઈ હતી જેમાં 13 મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા. અનેક મુસાફરો ઘાયલ થયા હતા.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણાની હાલત ગંભીર જણાવાઈ હતી. ભયંકર રીતે મૃતદેહો દાઝી જવાને કારણે મુસાફરોની ઓળખ કરવી પણ મુશ્કેલ થઇ રહી હતી. . જ્યારે દુર્ઘટનાની જાણકારી મળી તો મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે દુઃખ વ્યક્ત કરતાં તપાસના આદેશ આપ્યા હતા. માહિતી અનુસાર દરરોજની જેમ 32 સીટર બસ બુધવારે રાતે આશરે આઠ વાગ્યે ગુનાથી આરોન જઈ રહી હતી. તે સમયે અકસ્માત સર્જાયો હતો.
બસ વીમા અને ફિટનેસ સર્ટિ વગર જ દોડાવાઈ રહી હતી. બસ ફિટનેસ સર્ટિની મુદ્દત ફેબ્રુઆરી 2022માં પતી ગઈ હતી અને વીમા મુદ્દત 30 એપ્રિલ 2021ના રોજ સમાપ્ત થઈ ગઇ હતી. પરિવહન વિભાગ તથા જવાબદારોની અવગણનાને લીધે બસની નિયમિત તપાસ થઈ નહોતી.