ગરીબોને કેટલા નવા ઘર મળશે ? વાંચો
વડાપ્રધાનના સંકલ્પને ધ્યાનમાં રાખીને દેશમાં ગરીબોને ઘરનું ઘર આપવા માટે પાછલા 10 વર્ષમાં ઘણું કામ થયું છે અને હવે તેને આગળ વધારવામાં આવશે તેવો વાયદો ભાજપના ઢંઢેરામાં અપાયો છે. ભાજપના નેતૃત્વની સરકારે દેશમાં ગરીબોને અત્યાર સુધી 4 કરોડ પાક્કા ઘર બનાવીને આપ્યા છે.
હજુ પણ અનેક રાજ્યોમાં આ સુવિધા આપવામાં આવશે અને નવા 3 કરોડ ઘર બનાવી ગરીબોને અર્પણ કરવામાં આવશે. રાજ્ય સરકારો દ્વારા જે જાણકારીઓ મળી રહી છે તેના આધારે મોદી સરકાર આગળ વધશે અને વધુમાં વધુ ગરીબોને ઘરના ઘર આપવાનું અભિયાન ચાલુ જ રહેશે.
મોદી સરકારની ત્રીજી ટર્મમાં આ સંકલ્પ પૂરો કરવામાં આવશે અને વડાપ્રધાનના આ અભિયાનને વધુ સફળ અને વધુ ઐતિહાસિક બનાવવામાં આવશે અને તેના માટે વધુ બજેટ ફાળવવામાં આવશે.