બીએસએનએલએ જુલાઈમાં કેટલા નવા ગ્રાહકો વધાર્યા ? વાંચો
દેશમાં જુલાઈમાં ટેરિફના ભાવમાં વધારા બાદ ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ટેલિકોમ ક્ષેત્ર સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓએ ઓગસ્ટ મહિનામાં લગભગ 82 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા. આ કંપનીઓમાં, બીએસએનએલ એકમાત્ર એવી કંપની છે જેણે જિયો પછી સૌથી વધુ 25 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે.
ટ્રાઈએ ઓગસ્ટ મહિના માટે સબસ્ક્રાઈબર ડેટા જાહેર કર્યો છે. ટેલિકોમ કંપનીઓએ ઓગસ્ટ મહિનામાં લગભગ 82 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. ખાનગી કંપનીઓમાં એક મોટું નામ ભારતી એરટેલે 24 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે જ્યારે વોડાફોન આઈડિયાએ લગભગ 18 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે.
રિલાયન્સ જિયોએ લગભગ 40 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. બીએસએનએલ એકમાત્ર એવી કંપની છે જેણે 25 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે. વાસ્તવમાં ટેલિકોમ કંપનીઓએ જુલાઈમાં ટેરિફમાં વધારો કર્યો હતો, તેની અસર હજુ પણ જોવા મળી રહી છે.
એક તરફ ખાનગી કંપનીઓએ તેમના ટેરિફના ભાવમાં વધારો કર્યો છે. જ્યારે સરકારી કંપની બીએસએનએલએ ટેરિફમાં વધારો કર્યો નથી. હવે બીએસએનએલને તેનો સીધો ફાયદો થતો જણાય છે.
નંબર પોર્ટેબિલિટીની માંગ પણ મોટી
ટેરિફમાં વધારાની અસર નંબર પોર્ટેબિલિટી પર પણ જોવા મળી રહી છે. લગભગ 1 કરોડ 46 લાખ ગ્રાહકોએ નંબર પોર્ટિંગ કર્યું છે. ગયા મહિને 1 કરોડ 36 લાખ ગ્રાહકોએ તેમના નંબર પોર્ટ કર્યા હતા.