દેશમાં કોરોનાના નવા કેસ કેટલા ? જુઓ
- 24 કલાકમાં કેટલા કેસ ?
- કયા રાજ્યમાં સૌથી વધુ ?
દેશમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ સક્રિય થયો છે. પાછલા થોડા દિવસો માટે કોરોના શાંત પડી ગયો હતો, પરંતુ હવે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને તેની સંખ્યામાં વધારો થતો જવા મળી રહ્યો છે. સંક્રમણ એક રાજ્યથી બીજા રાજ્યમાં ફેલાઈ રહ્યું છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 656 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. તેને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચેતાવણી આપી છે. દેશમાં અત્યાર સુધીમાં નવા વેરિયન્ટના 22 કેસ નોંધાયા છે. તાજેતરમાં કેરળમાં જેએન -1 થી સંક્રમિત બે લોકોના મોત થયા હતા. આ અંગે દક્ષિણના રાજ્યોમાં એલર્ટ જહેર કર્યું હતું.
આ સાથે કેરળના પડોશી રાજ્ય કર્ણાટકની સરકારે પણ નવા વેરિયન્ટ JN.1ને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને હવે 44 થઈ ગયો હતો અને 1 દર્દી કોરોનાથી સાજો થયો છે.
