મહારાષ્ટ્રમાં ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદીમાં કેટલા નામ જાહેર કર્યા ?
રવિવારે ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાંથી 6 બેઠકો એસટી અને 4 બેઠકો એસસી માટે છે. જ્યારે 13 બેઠકો પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. યાદીમાં ઘણા નવા ચહેરાઓને પણ તક મળી છે. તેમાંથી 11 એવા છે જેઓ પહેલીવાર ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. મુંબઈની 36 પૈકી 14 બેઠકો માટે ઉમેદવારોનું એલાન થયું છે. 3 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે.
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ દક્ષિણ-પશ્ચિમ નાગપુરથી ચૂંટણી લડશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને કામઠી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણની પુત્રી શ્રી જયા ચવ્હાણને ભોકરથી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ દાનવેને ભોકર બેઠક પરથી ટિકિટ મળી છે.
વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને કોલાબાથી અને નિતેશ રાણેને કંકાવલીથી ટિકિટ મળી છે. શિવસેના અને એનસીપીના ધારાસભ્યોની સદસ્યતા રદ ન કરવા માટે નાર્વેકર વિપક્ષના નિશાના પર હતા. નિતેશ રાણે હાલમાં મુસ્લિમ વિરોધી નિવેદનોને લઈને વિવાદોમાં છે.
મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે આવશે. નાંદેડ લોકસભા સીટ પર પણ 20મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. હજુ તેના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.
20 નવેમ્બરે મતદાન
મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે 20 મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 23 મીએ પરિણામ આવશે. નાંદેડ લોકસભા બેઠક પર પેટા ચુંટણી માટે પણ 20 મી નવેમ્બરે જ મતદાન થશે.