સંસદમાં વિપક્ષી તોફાન બાદ કેટલા સાંસદો સસ્પેન્ડ થયા ? જુઓ
- કોણે કોણે નિયમ તોડ્યો ?
- કેટલા દિવસ માટે સસ્પેન્ડ ?
સંસદમાં થયેલા સ્મોક એટેકને પગલે વિપક્ષી સાંસદોએ ગૃહની કાર્યવાહી શરુ થતાંની સાથે જ સુરક્ષા ચૂક મુદ્દે હોબાળો શરુ કર્યો હતો. આ દરમિયાન ટીએમસીના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ’બ્રાયન સંસદના પુરા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ ગોકીરો કરીને નિયમ તોડનારા બીજા 4 સાંસદોને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા. બંને ગૃહોમાં વિપક્ષનો ભારે દેકારો રહ્યો હતો અને બંને ગૃહની કાર્યવાહી મુલતવી રાખી દેવાઈ હતી.
સંસદની સુરક્ષામાં ચુકને લઈને બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો અને રાજ્યસભામાં વિપક્ષના સભ્યો સતત આક્રમક વલણ અપનાવી રહ્યા હતા ત્યારે ડેરેક ઓ’બ્રાયન સંસદમાં સુરક્ષામાં ચુકને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરતા-કરતા તેઓ વેલમાં આવી ઘૂસી ગયા હતા.
આ પછી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ ગુસ્સે થયા હતા અને ડેરેક ઓ’બ્રાયનને તાત્કાલિક સદન છોડવાનું કહ્યું હતું. આ પછી અધ્યક્ષે તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. તેમની સામે નિયમ 256 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા 4 સાંસદો રમ્યા હરીદાસ, જોઠીમની, પ્રથપાન, હીદી એડનનો સમાવેશ થાય છે.
આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું હતું કે ડેરેક ઓ બ્રાયન સહિતના કેટલાક સભ્યો સૂત્રોચ્ચાર કરતા-કરતા વેલમાં આવી ગયા હતા અને તેમણે ગૃહની કાર્યવાહીમાં પણ ખલેલ પહોંચાડી હતી.