દેશના કેટલા જાંબાઝ વીરોને સન્માન માટે પસંદ કરાયા ? જુઓ
દેશમાં દરેક સ્વતંત્રતા દિવસ પર દેશની અપ્રતિમ સેવા કરનારા બહાદુરો તેમજ સેના તથા પોલીસ અધિકારીઓને વિશિષ્ઠ સેવા બદલ ચંદ્રકોથી વિભૂષિત કરવાની આપણી ઉન્નત પરંપરા રહી છે. આ વખતે પણ 15 મી ઓગસ્ટ 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર વિરોનું સન્માન થશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 114 બહાદુરોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે.
એ જ રીતે સીઆઈએસએફના 39 જાંબાઝને પણ સન્માન મળશે અને એમને રાષ્ટ્રપતિ પોલીસ પદક માટે પસંદ કરવામાં આવ્યા હોવાની જાહેરાત બુધવારે થઈ હતી. આજે એમને આ સન્માન મળ્યું છે.
સુરક્ષા દળોના 51 સદસ્યોને શૌર્ય માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 6 અધિકારીઓ અને જવાનોને વિશિષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે અને 57 બહાદુરોને વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સબ ઇન્સ્પેક્ટર રોશન કુમારને બહાદુરી માટે મરણોત્તર રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના 39 બહાદુર જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરક્ષા દળોના 10 અધિકારીઓની શૌર્યતા માટેના રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે, 2 અધિકારીઓને વિશિષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે, 23 અધિકારીઓને મેરીટોરીયસ સેવા મેડલ માટે અને 4 અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. મેરીટોરીયસ સર્વિસ માટે મેડલ માટે ફાયર સર્વિસની પસંદગી કરવામાં આવી છે.