લોકસભા ચૂંટણી માટે કેટલા કરોડ મતદાતા નોંધાયા..જુઓ
18-29 વર્ષની ઉંમરના બે કરોડ યુવા મતદારનો થયો ઉમેરો, ચૂંટણી પંચે જાહેર કરી માહિતી
ઈલેક્શન કમિશન એ જણાવ્યું છે કે આ વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં આશરે 97 કરોડ (96.88 કરોડ) ભારતીયો મતદાન કરવા માટે યોગ્યતા ધરાવશે. આ સાથે ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું છે કે મતદાતા યાદીમાં 18 વર્ષથી 29 વર્ષની ઉંમરના આશરે બે કરોડ યુવા મતદાતાનો ઉમેરો થયો છે.
આ સાથે વર્ષ 2019ની તુલનામાં આ વખતે છ ટકા મતદાતા વધ્યા છે. ભારતમાં આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન કરવા માટે સૌથી વધારે 96.88 કરોડ જેટલા મતદાતા નોંધાયા છે,જે વિશ્વમાં સૌથી વધારે મતદાતા છે.
લિંગ રેશિયોની વાત કરવામાં આવે તો વર્ષ 2024માં તે વધીને 948 થયો છે,જે વર્ષ 2023માં 940 હતો, તેમ પોલ પેનલે જણાવ્યું હતું. ચૂંટણીને લગતી પ્રક્રિયા સંપૂર્ણપણે મુક્ત અને પારદર્શિ માહોલમાં થાય તે માટે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
ચીફ ઈલેક્શન કમિશનર (CEC) રાજીવ કુમારે દરેક તબક્કે રાજકીય પક્ષોની ભાગીદારી સાથે ઈલેક્ટોરલ રોલની સમીક્ષાને આવરતી વિવિધ કામગીરી અંગે માહિતી આપી હતી.
