બેંગલુરુમાં એક પરિવારના કેટલા લોકોના મૃતદેહ મળ્યા ? જુઓ
મૂળ યુપીના રહેવાસી એન્જિનિયર પરિવારના 4 લોકોના મૃતદેહ એમના જ ઘરમાંથી મળી આવ્યા બાદ પોલીસ દોડી ગઈ હતી. અત્યારે આ પરિવાર બેંગલુરુમા રહેતો હતો અને પોલીસે મીડિયાને એવી માહિતી આપી હતી કે પરિવારે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે.
એન્જિનિયર અનુપકુમાર અને એમના પત્ની તથા એમના બે સંતાનોના ઝેર પીવાથી મોત થયા હતા તેવું બહાર આવ્યું હતું. પોલીસે આ બારામાં તપાસ શરૂ કરી છે. જો કે કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલિસેને એવી શંકા છે કે માતા પિતાએ જ બાળકોને ઝેર આપીને પોતે પણ ઝેર પી લીધું છે.
પોલીસને એવી માહિતી મળી હતી કે આ પરિવાર અલ્હાબાદનો રહેવાસી છે અને અનુપકુમાર થોડા સમયથી અહીં સોફ્ટવેર કંપનીમાં કામ કરતાં હતા. નાણાકીય રીતે તેઓ સક્ષમ હતા તેમ એમના ઘરની કામવાળીએ કહ્યું હતું.
આ પરિવાર બહાર ફરવા પણ જવાનો હતો અને તે માટે પેકિંગ પણ થઈ ગયું હતું. પણ એવું શું બન્યું કે આખા પરિવારે જ આપઘાત કરી લીધો છે તે બારામાં પોલીસે તપાસ શરૂ કરી છે .