દેશનીં ઉત્પાદન ગતિવિધિ કેવી છે ? જુઓ
દેશની અર્થતંત્રની ચાલ આમ તો સારી રહી છે પણ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ માસિક ધોરણે એપ્રિલમાં ઘટી ગઈ હતી. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ માર્ચમાં 59.1ની 16 વર્ષની ટોચેથી એપ્રિલમાં નજીવો ઘટી 58.8 થયો છે.
એચએસબીસી પર્ચેસિંગ મેનેજર્સ ઈન્ડેક્સના આંકડા અનુસાર, એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ 58.8 નોંધાયો છે. જે માસિક ધોરણે ઘટ્યો છે પરંતુ 50થી વધુ નોંધાતા દેશની મેન્યુફેક્ચરિંગ ગતિવિધિઓ પુરજોશમાં કામગીરી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પીએમઆઈ 50થી વધુ ઔદ્યૌગિક ગતિવિધિઓમાં વિસ્તરણ અને 50થી ઓછો પીએમઆઈ સંકોચન દર્શાવે છે.
એપ્રિલમાં ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નજીવો સ્લોડાઉન નોંધાયા બાદ પ્રથમ ત્રિમાસિકમાં સેક્ટર મજબૂત ગ્રોથ સાથે આગળ વધી રહ્યું હોવાનું એચએસબીસી પીએમઆઈના આંકડા જણાવે છે. મજબૂત માગ, તેમજ નવા બિઝનેસમાં ગ્રોથ અને ઉત્પાદનમાં વિસ્તરણના પગલે તેમાં છેલ્લા સાડા ત્રણ વર્ષ બાદ સૌથી ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યો છે.
જો કે એપ્રિલનો ઘટાડો ખૂબ જ મામૂલી છે અને રિકવરી ઝડપથી થઈ શકે છે તેમ બિઝનેસ નિષ્ણાતોએ જણાવ્યું હતું. આમ છતાં પ્રવૃત્તિ સંતોષકારક તો ગણાય જ છે. ઉત્પાદનમાં આગળના સમયમાં વધારો થવાની આશા છે.