સોનાની ખરીદીમાં લોકો કેટલા આગળ ? જુઓ
એક માસમાં કેટલી થઈ ખરીદી ?
ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની કિમતમાં ભારે વધારો રહ્યો છે અને રેકોર્ડ ઊંચાઈ આવી હતી છતાં દેશમાં ગોલ્ડ બોન્ડ પ્રત્યે લોકોનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી. સોનાની ખરીદીમાં લોકો ખૂબ આગળ રહ્યા છે. રિઝર્વ બેન્કના એક અહેવાલમાં આ મુજબની માહિતી આપવામાં આવી હતી. હજુ પણ ખરીદીમાં વધારો થવાની આશા વ્યક્ત કરાઇ છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ પાછલા મહિને રોકાણકારોએ બોન્ડના રૂપમાં રૂપિયા 8,008.38 કરોડનના રેકોર્ડ 12.78 ટન સોનાની ખરીદી કરી હતી. આ ખરીદી અત્યાર સુધીની સૌથી મોટી રહી હતી. એટલે કે રૂપિયાની દ્રષ્ટિએ આ રેકોર્ડ ખરીદી હતી. હજુ પણ આગામી સમયમાં સોનાની ખરીદીમાં વધુ ઉછાળો આવી શકે એમ છે.
મોંઘવારી છતાં લોકોમાં સોનાની ખરીદી વિશેષ પ્રમાણમાં રહી હતી. જો કે તેમાં લગ્નગાળો પણ કારણભૂત હોય શકે છે. પાછલા મહિને જારી થયેલ સોવરેન ગોલ્ડ બોન્ડ રૂપિયા 6,263 પ્રતિ ગ્રામના રેકોર્ડ ઉચ્ચ સત્ર પર હતો. ફિઝિકલ ગોલ્ડ રાખવાના વિકલ્પના રૂપમાં બોન્ડ માટે ગ્રાહકોનું આકર્ષણ નાણાકીય વર્ષ 2024 માં 44.33 ટન રહ્યું હતું. જે કોઈ પણ નાણાકીય વર્ષ કરતાં સૌથી વધુ રહ્યું હતું.
ગોલ્ડ બોન્ડ રિઝર્વ બેન્ક સરકાર તરફથી જારી કરે છે અને માન્યતાપ્રાપ્ત એકમોમાં તેનું વેચાણ થાય છે. મોંઘવારી હોવા છતાં લોકોમાં સોનું ખરીદવા પ્રત્યેનું આકર્ષણ યથાવત રહ્યું છે.