ટોચ લેવલના બિઝનેસમેન સજ્જન જિંદલ કેવી મુસીબતમાં મુકાયા ?
- મહિલાએ શું આરોપ મૂક્યો ?
- ક્યાં મુલાકાત થઈ હતી ?
દેશના ટોચ લેવલના ઉદ્યોગપતિ અને જેએસડબલ્યુ ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર સજ્જન જિંદાલ સામે મુંબઈની મહિલાએ દુષ્કર્મનો આરોપ મુક્યો હતો. હવે આ મામલે બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ તેમની સામે પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. 13 ડિસેમ્બરે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ નજીકના પોલીસ સ્ટેશને આ એફઆઇઆર નોંધાઈ હતી.
સજ્જન જિંદાલ સામે 30 વર્ષની એક મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો. મુંબઈ પોલીસે તેમની સામે IPCની કલમ 376 (દુષ્કર્મ), 354 (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઈરાદે હુમલો કે ગુનાઈત બળપ્રયોગ ) અને 503 (ગુનાઈત ધમકી) હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ ઘટના કથિતરૂપે જાન્યુઆરી 2022માં બિઝનેસમેનની ઓફિસમાં બની હતી. ચાલુ વર્ષ ફેબ્રુઆરીમાં મહિલાએ ફરિયાદ દાખલ કરવા પોલીસનો સંપર્ક કર્યો હતો પણ ફરિયાદ લેવાઈ નહતી.
બંને વચ્ચે પ્રથમ મુલાકાત દુબઈમાં આઇપીએલના મેચમાં થઈ હતી. ૨૦૨૧ માં મેચ જોવા માટે એક જ વીઆઇપી બોક્સમાં બંને બેઠા હતા. ત્યાં પરિચય થયો હતો. ત્યારબાદ મુલાકાતો વધતી ગઈ હતી અને મહિલાના જણાવ્યા મુજબ સજ્જન જિંદલે લગ્ન કરવાનું કહી શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ સંબંધ તોડી ધમકીઓ આપી હતી. એક વાર જિંદલે મહિલાની માફી પણ માંગી હતી.