યુપીમાં વડાપ્રધાને વિપક્ષ પર કેવા પ્રહાર કર્યા ? વાંચો
શું વચન આપ્યું લોકોને ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર પ્રદેશના મેરઠથી લોકસભાની ચુંટણીનો શંખનાદ કર્યો હતો અને વિરાટ રેલીને સંબોધન કર્યું હતું. એમણે વિપક્ષ પર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે મોદી કોઈ પણ મોટા ભ્રષ્ટાચારીને છોડશે નહીં. ગમે તેવો મોટો નેતા હશે તો પણ એક્શન લેવાશે.
મોદીએ કહ્યું કે આજે અનેક ભરક્ષતાચારી નેતાઓ જેલમાં છે અને બાકીના કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટ થી પણ એમને જામીન મળતા નથી. જે લોકોએ દેશને લૂંટ્યો છે તે બધાએ લુંટેલી રકમ પાછી આપવી પડશે અને અમારી સરકારે અત્યાર સુધીમાં આવા 17 હજાર કરોડ રૂપિયા જેના હતા તેમને પાછા અપાવ્યા છે.
અમારી સરકાર દ્વારા ભ્રષ્ટાચારીઓ વિરુધ્ધ આકરા પગલાં લેવાઈ રહ્યા છે માટે ઈન્ડિયા ગઠબંધન બેચેન છે, ગભરાટમાં છે. એમણે કહ્યું હતું કે આ ચુંટણી બે કેમ્પમાં વિભાજિત થઈ છે. એક એનડીએ ભ્રષ્ટાચારને હટાવવા મેદાનમાં છે અને બીજો કેમ્પ ભ્રષ્ટાચારીઓને બચાવવા મેદાનમાં છે. અમે ભરક્ષતાચાર હટાવવા માટે બહુ મોટી લડાઈ લડી રહ્યા છીએ. કોંગ્રેસ પર પ્રહાર કરીને મોદીએ કહ્યું હતું કે દેશની અખંડતાને કોંગ્રેસે ઘણું નુસાન કર્યું છે.
વડાપ્રધાને પાછલા 10 વર્ષના વિકાસ અને સુવિધાઓના સરકારના પગલાંનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે અમારી સરકારે મહિલાઓના સન્માન માટે અનેક પગલાં લીધા છે. ફરી અમારી સરકાર બની રહી છે અને તેના માટે પ્રથમ 100 દિવસના ફેસલા માટે કામ ચાલી રહ્યું છે. આગામી 5 વર્ષના વિકાસ માટેનો રોડમેપ બની રહ્યો છે.
એમણે કહ્યું હતું કે દેશની આવનારી પેઢીના વિકાસ માટે હું કામ કરી રહ્યો છું. આજે દરેક સેક્ટરમાં યુવાઓને સારી તકો મળી રહી છે. યુપીની જનતાને એમણે એવું વચન આપ્યું હતું કે તમારા વીજળીના બિલ ઝીરો થઈ જાય તે માટે કામ ચાલી રહ્યું છે. સોલાર પેનલ ઘર ઘરમાં લગાવવા માટે સરકાર લોકોને સહાયતા કરશે.