વડાપ્રધાને સભામાં કોંગ્રેસ પર કેવો કર્યો હુમલો ? વાંચો
ક્યાં સભા સંબોધી ?
વડાપ્રધાન મોદીએ મંગળવારે ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી અને પ્રચાર આગળ વધાર્યો હતો. એમણે રૂદ્રપુરથી જનસભા સંબોધીને અભિયાન શરૂ કર્યું હતું. વિરાટ હાજરી જોઈને વડાપ્રધાન ગદ ગદ થયા હતા અને એમ કહ્યું હતું કે આ સંખ્યા જોઈને એમ લાગે છે કે આ ચુંટણી સભા નથી પણ વિજય સભા છે.
વડાપ્રધાને રાહુલ ગાંધીનું નામ લીધા વિના પ્રહાર કરીને કહ્યું હતું કે આગ લાગવાની વાત કરનારાઓને સાફ કરી નાખો અને ભાજપના ઉમેદવારોને જિતાડીને 400 પારના સંકલમાં શામેલ થઈ જાઓ. સખત તડકામાં મારી રાહ જોનારા લોકોને હું વચન આપું છું કે આનો જવાબ હું ઉત્તરાખંડનો વિકાસ કરીને આપીશ. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલે એમ કહ્યું હતું કે જો ભાજપ ત્રીજી વાર આવશે તો દેશમાં આગ લાગી જશે. વડાપ્રધાને તેનો આક્રમક જવાબ આપ્યો હતો.
કોંગ્રેસ પર હુમલો કરીને મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે દેશને લૂંટ્યો છે. લોકતંત્રમાં તેને વિશ્વાસ જ નથી. કોંગ્રેસ દેશને અસ્થિર કરવા માંગે છે. આજે કોંગ્રેસ તુષ્ટિકરણ આને આરાજક્તાની ખાઈમાં ફસાયેલી દેખાય છે. કોંગ્રેસે ઘૂસણખોરોને પ્રોત્સાહન આપ્યું અને ભારતની ભૂમિ વિદેશને આપી દીધી.
એમણે કહ્યું હતું કે 10 વર્ષ સુધી સત્તાથી દૂર રહ્યા બાદ હવે કોંગ્રેસ દેશમાં આગ લાગવાની વાત કરી રહી છે. તમે આવા લોકોને સજા કરજો. આ વખતે એમને મેદાનમાં જ ઉતરવા દેશો નહીં. દેશને વિભાજિત કરનારાઓને સજા મળવી જ જોઈએ.