વાયનાડમાં કેવી બની ચમત્કારિક ઘટના ? શું થયું ? જુઓ
કળયુગમાં પણ ક્યારેક ઈશ્વર ચમત્કારો બતાવીને માનવ જાતને રિમાઈન્ડર આપે છે કે પ્રાણીઑ જેવી માનવતા રાખશો તો તમને મદદ મળશે. આજનો માનવી વધુ ક્રુર અને સંવેદનહિન બન્યો છે ત્યારે પ્રાણીઑ લાગણીશીલ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો તબાહીમાં ઘેરાયેલા વાયનાડમાં બન્યો છે જે માનવીઓ માટે સંદેશ છે. જંગલી હાથીઓ એક મુશ્કેલીમાં ફસાયેલા પરિવારની રક્ષા કરે છે અને પરિવાર જ્યારે ત્યાંથી જીવતા રવાના થાય છે ત્યારે ગજરાજ આંસુ પણ વહાવે છે. આખો કિસ્સો વાંચવા જેવો છે. રૂવાડા ઊભા કરે તેવો છે. હાથી પ્રથમ પૂજ્ય ગણાયેલ ગણેશનું રૂપ છે. તેને વફાદારી, શક્તિ અને જ્ઞાનનું પ્રતિક પણ કહેવાય છે. એક પરિવાર સાથે તેણે કેવી વફાદારી કરી છે તે જાણવા જેવી છે.
ભૂસ્ખલનનો ભોગ બન્યા બાદ વાયનાડના મેપપાડીમાં રહેતા સુજાતા અનિનચિરા અને તેના પરિવારનું બચવું એ કોઈ ચમત્કારથી ઓછું માનવામાં આવતું નથી. તેઓ ભૂસ્ખલનમાં જીવ બચાવવા દોડ્યા અને જંગલમાં પહોંચ્યા. ભારે વરસાદ અને ઘનઘોર જંગલ વચ્ચે ક્યાં જવું તે સમજાતું ન હતું. તેઓ ત્રણ હાથીઓથી ઘેરાયેલા હતા, જેમાં એક નર અને બે માદા હાથીઓનો સમાવેશ થાય છે. વિશાળકાય હાથીઓ ગર્જના કરી રહ્યા હતા.
સુજાતાના પરિવારને હવે ક્યાં જવું તેની કોઈ જ ખબર નહોતી. તેઓએ જીવિત રહેવાની આશા છોડી દીધી હતી. તેણે હાથ જોડીને ભગવાનનું સ્મરણ કર્યું અને પરિવાર ત્યાં બેસી ગયો. હાથ જોડીને તેણે હાથીઓ પાસેથી આશ્રય માંગ્યો. તેઓને આશ્ચર્ય થયું કે હાથીઓએ તે લોકોને કંઈ કહ્યું નહીં, હાથીઓએ આખી રાત સુજાતા અને તેના પરિવારની રક્ષા કરી. સવારે જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે હાથીઓની આંખોમાં આંસુ આવી ગયા.
સુજાતાએ કહ્યું કે તે એક ચમત્કાર માને છે કે તે, તેના પતિ, પુત્રી અને બે પૌત્રો ભૂસ્ખલનમાંથી બચી ગયા. તેમણે કહ્યું કે ચુરલમાલામાં તેમના ઘર પર ભૂસ્ખલન થયું અને પરિવારના બધા આ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
અમે કાટમાળમાંથી બહાર આવ્યા ત્યારે અમારી કમર સુધી પાણી હતું.
પરિવારે કહ્યું, ‘ઘરની છત પડી ગઈ, જેના કારણે મારી દીકરી ઘાયલ થઈ. મેં દિવાલ પરથી ઇંટો કાઢી અને બહાર આવી. પરિવારના અન્ય સભ્યો પણ કાટમાળ નીચે દટાયા હતા. અમે એકબીજાને મદદ કરી અને તરત જ ત્યાંથી નીકળી ગયા. અમે કોઈક રીતે બહાર નીકળ્યા અને વહેતા પાણીમાં ઉતરવું પડ્યું. પાણી વધતું જતું હતું. એવું લાગતું હતું કે હું કદાચ ડૂબી જઈશ.
ટેકરી પર હાથીઓથી ઘેરાયા
સુજાતાએ કહ્યું કે ભગવાનની કૃપાથી જ કાટમાળ નીચે દટાયેલા બધા જીવતા રહ્યા. કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા અને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયા . “અમે અમારા ઘરની પાછળની ટેકરી પર ચઢ્યા અને કોફીના બગીચામાં આશ્રય લીધો,” તેણે કહ્યું. આ જંગલવાળો વિસ્તાર હતો. ચારે બાજુ મૌન હતું. જોરદાર વરસાદ પડી રહ્યો હતો. અમારી નજર સમક્ષ બધું જ નાશ પામ્યું. મારું મગજ કામ કરતું ન હતું પણ અચાનક ત્રણ હાથીઓનું ટોળું અડધા મીટરના અંતરે દેખાયું. એટલું અંધારું હતું કે નજીકમાં ઊભેલા હાથીને ઓળખવો મુશ્કેલ હતો. પરિવાર સમજી ગયો કે આ હાથીઓ છે. તેઓએ સ્વીકાર્યું કે તેઓ હવે ભાગ્યે જ જીવી શકશે.
હાથીને હાથ જોડીને પ્રાર્થના
સુજાતાએ કહ્યું કે તેઓએ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી પરંતુ જાણવા મળ્યું કે હાથીઓએ તેમને કંઈ કહ્યું નહીં. જો કે તે પ્રાણી પણ ડરી જતું હતું. મેપ્પડીમાં રાહત શિબિરમાં રહેતી સુજાતાએ કહ્યું, ‘મેં હાથીને પ્રાર્થના કરી કે અમે આપત્તિમાંથી બચી ગયા છીએ. અમારી પાસે અહીં રાત વિતાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમે બચાવ ટીમના આવવાની રાહ જોઈ રહ્યા છીએ, પછી અમે નીકળીશું.
હાથીઓ સવાર સુધી સાથે રહ્યા
સુજાતાએ કહ્યું, ‘અમે હાથીના પગની ખૂબ નજીક હતા, પરંતુ એવું લાગતું હતું કે તે અમારી સમસ્યાને સમજી રહ્યો છે. અમે સવારના 6 વાગ્યા સુધી ત્યાં જ રહ્યા અને અમને બચાવ્યા ત્યાં સુધી ત્રણ હાથીઓ પણ અમારી સાથે ઊભા રહ્યા. મેં જોયું કે સવારે અમે ત્યાંથી નીકળ્યા કે તરત જ હાથીઓની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.