સમાજવાદી પાર્ટીના નેતા કેવી રીતે આવ્યા મુશ્કેલીમાં ? શું થયું ? જુઓ
યુપીના કન્નૌજમાં એક સગીરા સાથે દુષ્કર્મ કેસમાં સોમવારે એક મોટું અપડેટ સામે આવ્યું હતું. આ કેસના આરોપી નવાબ સિંહ યાદવના ડીએનએ સેમ્પલ પીડિતા સાથે મેચ થયા છે. સમાજવાદી પાર્ટીના આ નેતાની મુશ્કેલી હવે વધી શકે છે.
કન્નૌજના પોલીસ અધિક્ષકે કહ્યું કે આ કેસમાં ડીએનએ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ સોમવારે પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આરોપીના ડીએનએ સેમ્પલ પીડિતાના ડીએનએ સેમ્પલ સાથે મેળ ખાય છે.
આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
રેપનો આ મામલો સામે આવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીના ડીએનએ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે રાજકીય લડાઈ પણ શરૂ થઈ હતી .
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને પણ નિશાન બનાવાયા હતા અને અપરાધીને ટેકો આપવાનો આરોપ મુકાયો હતો. ગત 12 મી ઓગસ્ટે કોલેજની સગીરાની ફરિયાદ બાદ પોલીસે આરોપીને કઢંગી હાલતમાં પકડી પાડ્યો હતો.