કેજરીવાલ સામે ઇડીએ કેવો નાખ્યો દાવ ? વાંચો
ઇડીએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સોમવારે અરજી દાખલ કરી હતી અને કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારવા માટે માંગ કરી હતી. 2 જી જૂને કેજરીવાલને સરેન્ડર કરવાનું છે . સુપ્રીમ કોર્ટે એમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આ પહેલા જ ઇડીએ એમની મુશ્કેલી વધારી દીધી હતી.
કેજરીવાલની ન્યાયિક કસ્ટડી સોમવારે સમાપ્ત થઈ રહી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા તેઓ વચગાળાના જામીન પર હોવાથી તપાસ એજન્સીએ કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. ઇડીએ કહ્યું કે અમે એવી સ્થિતિ નથી ઈચ્છતા કે એવો આક્ષેપ કરવામાં આવે કે અમે દિલ્હીના મુખ્યમંત્રીની કસ્ટડી માટે સમયસર અરજી કરી નથી.
કોર્ટે ઇડીને પૂછ્યું કે તમે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી કેમ માંગી? હાલમાં તે વચગાળાના જામીન પર છે. તપાસ એજન્સીએ જવાબમાં કહ્યું કે આ એટલા માટે છે કે જ્યારે તેઓ 2 જૂને આત્મસમર્પણ કરશે ત્યારે જ જેલવાસ લંબાવી દેવામાં આવે.
રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે તેને ક્યાં સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે? કોર્ટમાં કે જેલમાં? કારણ કે 2જી જૂનના રોજ રવિવાર છે. ઇડીએ કહ્યું, “જો શરણાગતિ જેલમાં થાય છે, તો પણ તે દિવસથી તેની ન્યાયિક કસ્ટડી ત્યાં જ નિશ્ચિત થવી જોઈએ. જો કોર્ટ ઈચ્છે તો આ અરજી પેન્ડિંગ રાખવી જોઈએ.
ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે અમે આ અરજી પેન્ડિંગ રાખશુ અને ડયુટી જજ આ બારામાં નિર્ણય લેશે. આમ ઇડીએ કેજરીવાલ સામે મુશ્કેલી વધારી દીધી હતી.