ઓડિશામાં કેવી સર્જાઇ દુર્ઘટના ? કેટલાના મોત થયા ? વાંચો
ઉત્તરપ્રદેશથી જગન્નાથપુરી તીર્થયાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની બસ ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અકસ્માતમાં એક મહિલા સહિત 4 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તેમજ 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. . ઈજાગ્રસ્ત લોકોમાંથી 13ની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.

મૃતકોની ઓળખ કમલા દેવી, રાજેશકુમાર મિશ્ર, રામ પ્રસાદ અને સંતરામ તરીકે થઈ છે.
18 સપ્ટેમ્બરે શ્રદ્ધાળુઓને લઈને એક બસ તીર્થયાત્રા પર નીકળી હતી, જેમાં બલરામપુર અને સિદ્ધાર્થનગર જિલ્લામાં આશરે 61 શ્રદ્ધાળુઓ હતાં. જગન્નાથપુરી દર્શન માટે જતા સમયે શનિવારે ઓડિશાના બાલાસોર જિલ્લામાં જલેશ્વર બાઇપાસ પાસે બસ રસ્તામાંથી 20 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
બાલાસોરના એડિશનલ કલેક્ટર સુધાકર નાયકે જણાવ્યું કે, ગંભીર રૂપે ઈજાગ્રસ્ત 13 તીર્થયાત્રીઓને સારવાર માટે જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ માટે મોકલવામાં આવ્યા છે, તેમજ અન્ય ઘાયલ વ્યક્તિને જે.કે ભટ્ટાચાર્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર થઈ રહી છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને ફાયર અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
કેટલાક ઘાયલોનો હાલત ગંભીર હોવાથી મૃત્યુ આંક વધે તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો કે ડોકટરોની પેનલ દ્વારા ગંભીર ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી યસ્માતના બનાવ ઘણા વધી રહ્યા છે પણ જાગૃતિ ફેલાવવાના પ્રયાસ થઈ રયહ્યાં નથી