મુંબઇમાં કેવી બની દુર્ઘટના ? ક્યાં આગ લાગી ? વાંચો
મુંબઇમાં બુધવારે 14 માળની એક ઈમારત રિયા પેલેસમાં 10માં માળે ભીષણ આગ લાગી જતાં 3 લોકોના મૃત્યુ થયા હતા. બનાવ વખતે ભારે ચીસાચીસ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ધસી આવી હતી અને આગ પર કાબૂ કરી લીધો હતો. તરત જ બચાવ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું.
અંધેરી વેસ્ટમાં લોખંડવાલા કોમ્પલેક્ષમાં આ ઈમારત આવેલી હતી. જેનું નામ રિયા પેલેસ બિલ્ડિંગ છે. સવારે લગભગ આઠ વાગ્યાના સુમારે આગની ઘટના બની હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થઈ ગયા હતા. 10 મા માળે લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડે ભારે જહેમત લીધી હતી. . જોકે આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મૃતકોની ઓળખ ચંદ્રપ્રકાશ સોની (74), કાંતા સોની (74) અને તેમના હેલ્પર પેલુબેટા(42) તરીકે થઇ હતી.
ફાયર બ્રિગેડ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આગ લાગવાની ઘટનામાં ત્રણ લોકો દાઝી જતાં મોત નિપજ્યા છે. તેમણે કહ્યું કે સવારે નવ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.