પનોતી બોલીને કેવી રીતે ફસાયા રાહુલ ગાંધી ? .. .. જુઓ
વર્લ્ડકપના ફાઇનલ મેચમાં ભારતની હાર થયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરીને એમને પનોતી કહ્યા બાદ વિવાદ શરૂ થયો હતો અને હવે આ મુદ્દે રાહુલની મુશ્કેલી વધી શકે છે. ચુંટણી પંચે રાહુલને નોટિસ પાઠવી હતી.
ભાજપ દ્વારા રાહુલના વિધાન સામે ચુંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી અને એમણે કહ્યું હતું કે રાહુલે અપમાનજનક કોમેન્ટ કરીને વિવાદ જાગાવ્યો છે અને તેમની સામે સખત પગલાં લેવા જોઈએ. ત્યારબાદ આજે પંચે રાહુલને નોટિસ આપીને 25 મી તારીખ સુધી જવાબ આપવાનો આદેશ જારી કર્યો હતો.
રાજસ્થાનમાં ચુંટણી રેલીને સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ક્રિકેટરો મેચ જીતી જાત પણ પનોતીએ હરાવી દીધા. આ વિધાન બાદ ભાજપ દ્વારા વાંધો લેવાયો હતો અને પંચમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. 25 મી તારીખે સાંજે 6 વાગ્યા સુધી રાહુલ ગાંધીએ પંચને જવાબ આપવાનો છે.
આ પહેલા મોદી સરનેમ અંગે કોમેન્ટ કરીને રાહુલ ગાંધી ફસાઈ ગયા હતા અને એમની સંસદ સદસ્યતા રદ કરી દેવામાં આવી હતી અને હવે ફરીવાર તેઓ બોલીને ફસાઈ ગયા છે.
