ઈન્ડિયા ગઠબંધનના કલહને નીતિશકુમારે કેવી હવા આપી ?
નીતિશકુમારે હૈયાવરાળ કાઢી કહ્યું, કોંગ્રેસને તો ટાઈમ જ નથી વાત કરવાનો !
ચુંટણી પહેલા જ ઈન્ડિયા ગાંઠબંધનમાં મતભેદો અને નારાજીના ખેલ શરૂ થયા છે અને આગામી સમયમાં તે વધુ ઊંડા જઈ શકે છે તેવું દેખાય છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આગને હવા આપી ને કહ્યું હતું કે કોંગ્રેસ પાસે તો ટાઈમ જ નથી કે આગળ વાતચીત થઈ શકે. કોંગ્રેસની ભૂમિકા અંગે નિટીશના આવા નિવેદનને કલહ વધવાના સંકેત સમાન ગણવામાં આવે છે.
એમણે કહ્યું છે કે અમે તો કોંગ્રેસને ઈન્ડિયા ગાંઠબંધનમાં આગળ વધારવાનો પ્રયાસ કરતાં હતા પણ રાહુલ ગાંધીને 5 રાજ્યોની ચુંટણીની તૈયારીમાંથી જ સમય નથી. આ નિવેદન બાદ રાજકીય ચર્ચા જોર પકડી રહી છે અને મતભેદો ચુંટણી પેહલા જ ઊંડા જઈ રહ્યા હોવાનું મનાય છે.
નીતિશકુમારે ડાબેરી પક્ષો દ્વારા યોજાયેલી ભાજપ હટાઓ, દેશ બચાઓ રેલીમાં હાજરી આપી હતી. રેલીમાં નીતિશે ભાજપ ઊપર આકરા પ્રહારો કરીને આરોપ મૂક્યો હતો કે ભાજપને હિન્દુ મુસ્લિમ કરીને મત લઈ લેવા છે. પણ અમે લોકો એવું થવા દેશું નહીં.