આરએસએસ પર ખડગેએ કેવો આરોપ મૂક્યો ? જુઓ
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન ખડગેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે આરએસએસએ નાથુરામ ગોડસે દ્વારા મહાત્મા ગાંધીની હત્યા કરાવી હતી. આ નિવેદન મુદ્દે ગૃહમાં ભારે હંગામો થયો હતો.
મલ્લિકાર્જુન ખડગેએ આરએસએસ પર આરોપ લગાવતા કહ્યું કે આજે દેશની તમામ સંસ્થાઓ તેમની સાથે જોડાયેલા લોકોના નિયંત્રણમાં છે. આ અંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે જો કોઈ વ્યક્તિ આરએસએસનો સભ્ય હોય તો તે ગુનો નથી. તે રાષ્ટ્રીય હિતમાં કામ કરે છે. દેશ માટે યોગદાન આપે છે.
ધનખરની આ ટિપ્પણી પર ખડગેએ કહ્યું, ‘તેમની વિચારધારા ખતરનાક છે. તે મનુવાદી છે. દેશની જનતા જાણે છે કે ગોડસેની ઉશ્કેરણી કરીને આરએસએસે મહાત્મા ગાંધીની હત્યા કરાવી છે. જોકે, અધ્યક્ષ ધનખરે તેમને શાંત કર્યા અને ખડગેને તેમનું ભાષણ ચાલુ રાખવા કહ્યું.
ગૃહમાં પોતાનું સંબોધન ચાલુ રાખતા ખડગેએ કહ્યું, ‘આરએસએસ ચીફે મણિપુરમાં સલાહ આપી, તેમની વાત સાંભળો, મણિપુર સળગી રહ્યું છે. આ મારા શબ્દો નથી, મોહન ભાગવતના શબ્દો છે. મોહન ભાગવતનું દરેક ભાષણ સાંભળો.