ભારત ફરી અવકાશમાં કેવી રીતે બ્યૂ શક્તિશાળી ? શું કર્યું ? વાંચો
દેશના સ્વદેશી રીતે નિર્મિત હળવા લડાયક વિમાન તેજસે સ્વદેશી હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ‘અસ્ત્ર’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ પડોશી દેશો ચીન અને પાકિસ્તાન માટે તણાવનું કારણ બની શકે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર કિનારે કરવામાં આવ્યું હતું. મંત્રાલયે કહ્યું, ‘આ પરીક્ષણમાં, મિસાઇલે હવામાં ઉડતા લક્ષ્યને સીધું હિટ કરીને સફળતાપૂર્વક પોતાનું પરીક્ષણ પાસ કર્યું. હતું.
મંત્રાલયે કહ્યું, “બધી સબ-સિસ્ટમ્સે લક્ષ્યને સચોટ રીતે હિટ કર્યું હતું. મિશનના ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્ય હતા. .” અસ્ત્ર મિસાઇલને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. તે ૧૦૦ કિલોમીટરથી વધુ અંતરે સ્થિત લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ છે.
મિસાઇલોનું પણ ઉત્પાદન કરશે
સંપૂર્ણપણે સ્વદેશી મિસાઇલ બનાવ્યા બાદ, ભારત એવા દેશોની યાદીમાં જોડાઈ ગયું છે જે લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોનું ઉત્પાદન કરી શકે છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ફ્રાન્સ જેવા દેશો પાસે આ ટેકનોલોજી હતી. હવે સેના વધુ ધારદાર બની છે .