અમેરિકામાં એફબીઆઇના કાશ પટેલે કેવી રીતે ભારતની સંસ્કૃતિ યાદ રાખી ? વાંચો
ભારતીય મૂળના કાશ પટેલે અમેરિકાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એફબીઆઈના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. શનિવારે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. તે એફબીઆઈનું નેતૃત્વ કરનારા નવમા વ્યક્તિ બન્યા.
વોશિંગ્ટન ડીસીમાં આઈઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગ ખાતે આયોજિત એક સમારોહમાં યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ તેમને શપથ લેવડાવ્યા હતા.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની નિમણૂકની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, એફબીઆઈ એજન્ટોમાં કાશ પટેલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો સરળ હતો. તે આ પદ પર ઉત્તમ કાર્ય કરશે.’
કાશ પટેલનો પરિવાર મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામના વતની છે. તેમનો પરિવાર લગભગ સાત-આઠ દાયકા પહેલા યુગાન્ડા ગયો હતો. વર્ષ 1970ના દાયકામાં યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીન દ્વારા ભારતીયોને હાંકી કાઢવામાં આવ્યા બાદ તેમનો પરિવાર થોડા સમય માટે ભારત પાછો ફર્યો અને પછી કેનેડા અને પછી યુનાઇટેડ સ્ટેટ્સ ગયો. વર્ષ 1980માં ન્યૂયોર્કમાં જન્મેલા કાશ પટેલ પાટીદાર સમુદાયના છે. તેઓ ખૂબ લોકપ્રિય રહ્યા છે. એમના કામની પ્રશંસા થતી રહે છે .