મગજમાં ચીપ લગાડનાર યુવાને લેપટોપ કેવી રીતે ચલાવ્યું..જુઓ
એલોન મસ્ક ના બ્રેઇન ચિપ સ્ટાર્ટઅપ ન્યુરાલીંક ને મોટી સફળતા મળી છે. ખભ્ભા હેઠળનું લકવાગ્રસ્ત શરીર ધરાવતા 29 વર્ષના નોલાન્ડ આરબુધ નામના યુવાને તેના મગજમાં બેસાડવામાં આવેલી ચીપ થકી માત્ર વિચાર વડે કર્શર ચલાવીને લેપટોપ ઓપરેટ કર્યું હતું. એટલું જ નહીં લેપટોપ ઉપર ચેસ અને વિડીયો ગેમ રમવાની મજા પણ માણી હતી.
આ યુવાનનું શરીર એક અકસ્માત બાદ લખવા ગ્રસ્ત બની ગયું હતું. એલોન મસ્કે 2016 માં ન્યુરાલિંકની સ્થાપના કરી હતી અને તમામ સરકારી તંત્રોની મંજૂરી મળી ગયા બાદ આ યુવાનની ખોપરીમાં સિક્કાની સાઇઝની ચીપ બેસાડવામાં આવી હતી. દેખીતી રીતે જ આ પ્રયોગ એ વિશ્વભરમાં ઉત્તેજના ફેલાવી હતી. એ યુવાન ખૂબ ઝડપથી રિકવર થઈ રહ્યો હોવાનું આ અગાઉ એલોન મસ્કે જાહેર કર્યું હતું અને હવે માત્ર વિચાર વડે જ લેપટોપ ઓપરેટ કરતા આ યુવાનનો વિડીયો શેર કરી મસ્કે આ પ્રયોગની સફળતા વિશ્વ સમક્ષ રજૂ કરી દીધી હતી.આ યુવાન સંપૂર્ણપણે રિકવર થઈ ગયો હોવાનું અને તેના પર કોઈ વિપરીત અસરો ન પડી હોવાનું એલોન મસ્કે જાહેર કર્યું હતું. સમગ્ર વિશ્વમાં મગજમાં ચીપ લગાડનાર પ્રથમ વ્યક્તિ એવો આ યુવાન પણ વીડિયોમાં એવું કહેતો સંભળાય છે કે ન્યુરાલિંક સાથે જોડાવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને આજે હું કેટલો આનંદ અનુભવું છું તે વર્ણવવા મારી પાસે શબ્દો નથી.