આ અઠવાડિયે ઓટીટી પર હોલિવુડની ધમાલ
જિયો હોટસ્ટાર, નેટફ્લિક્સ અને એપલ ટીવી સહિત અનેક પ્લેટફોર્મ પર `સુપરમેન’ સહિત અનેક ફિલ્મો-સિરીઝ થશે રિલીઝ
આ અઠવાડિયે ઓટીટી પર હોલિવુડ પ્રેમીઓની મોજ થવાને છે. હોલિવુડની અનેક સૌથી વધુ અપેક્ષિત ફિલ્મો અને સિરીઝ આ અઠવાડિયે વિવિધ ઓટીટી પ્લેટફોર્મ પર દસ્તક આપવા જઈ રહી છે. આ યાદીમાં ‘સુપરમેન’, ‘1’, ‘મેન વર્સેસ બેબી’, ‘ટેલર સ્વિફ્ટઃ ધ એરાસ ટૂર – ધ ફાઇનલ શો’, ‘વેક અપ ડેડ મેનઃ અ નાઇવ્સ આઉટ મિસ્ટરી’ અને ‘પર્સી જેક્સન એન્ડ ધ ઑલિમ્પિયન સીઝન 2’ સામેલ છે.
પર્સી જેક્સન એન્ડ ધ ઑલિમ્પિયન સીઝન 2' ઓટીટી સ્ટ્રીિંમગ માટે તૈયાર છે. વૉકર સ્કોબેલ અને લીયા જેફરીઝ અભિનીત આ સિરીઝ 10 ડિસેમ્બરે જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે.
ડોક્યુમેન્ટરીસાયમન કોવેલ – ધ નેક્સ્ટ એક્ટ’ ચાર્લી રસ્સેલ દ્વારા દિગ્દર્શિત છે. આ ડોક્યુમેન્ટરી 10 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
સુપરમેન'ની ઓટીટી રિલીઝનું દર્શકોને આતુરતાથી ઈંતેજાર છે. ડેવિડ કોરેન્સ્વેટ, રેચેલ બ્રોસનાહન અને નિકોલસ હોલ્ટ અભિનીત આ સુપરહીરો ફિલ્મ 11 ડિસેમ્બરથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
રોયન એટકિનસન અભિનીતમેન વર્સેસ બેબી’ 11 ડિસેમ્બરે ઓટીટી પર આવશે. ફેન્સ આ સિરીઝને નેટફ્લિક્સ પર માણી શકશે.
હોલિવુડ ફિલ્મ એફ1એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. બે્રડ પિટ અભિનીત આ ફિલ્મ પહેલેથી જ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. હવે આ ફિલ્મ 12 ડિસેમ્બરે એપલ ટીવી પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.
ટેલર સ્વિફ્ટ – ધ એન્ડ ઓફ એન એરા' પણ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. ફેન્સ 12 ડિસેમ્બરથી આ ડોક્યુમેન્ટરી જોઈ શકશે. <ટેલર સ્વિફ્ટઃ ધ એરાસ ટૂર – ધ ફાઇનલ શો’ પણ આ જ અઠવાડિયે ઓટીટી પર આવશે. આ ડોક્યુમેન્ટરી 12 ડિસેમ્બરે જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે.
`વેક અપ ડેડ મેનઃ અ નાઇવ્સ આઉટ મિસ્ટરી’ 12 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં ડેનિયલ ક્રેગ, જોશ બ્રોલિન અને જોશ ઓકૉનર જેવા સ્ટાર્સ જોવા મળશે.
