હિઝબુલ્લાહ પેજર બ્લાસ્ટમાં મૂળ કેરળનો યુવાન પણ શામેલ હતો ?? તપાસમાં થયો મોટો ખુલાસો
લેબેનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ કેસમાં મૂળ કેરાળાના અને હાલમાં નોર્વેની નાગરિકતા ધરાવતા 37 વર્ષના રીનસોન જોન્સ નામના યુવાનનું નામ ઉછળતાં ભારે ચકચાર જાગી છે. આ યુવાનની બલગરિયા ખાતેની ફેક્ટરી માંથી હેઝબોલ્લાહને પેજર સપ્લાય કરવામાં આવ્યા હોવાની આશંકા છે.
કેરાળાના વાયનાડમાં જન્મેલો આ યુવાન અભ્યાસાર્થે નોર્વે ગયો હતો. તેણે થોડો સમય લંડનમાં પણ કામ કર્યું હતું. નોર્વેના ડીએન મીડિયા ગ્રુપમાં તેણે ડિજિટલ કસ્ટમર સપોર્ટ સર્વિસમાં ફરજ બજાવી હતી. 2022 માં તેણે બલ્ગેરિયાના સોફિયામાં પોતાની નોર્તા ગ્લોબલ નામની કંપની સ્થાપી હતી. એ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા સમયે મુસાદે પેજરમાં વિસ્ફોટકો ગોઠવ્યા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ રીનાસોન જોન્સ હાલમાં તેની પત્ની સાથે ઓસ્લોમાં સ્થાયી થયો છે. છેલ્લા ત્રણ દિવસથી તેનો સંપર્ક ન થઈ શક્યો હોવાનું તેના નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું.
બીજી તરફ બલ્ગેરિયન સરકારે તેમના દેશની કંપની દ્વારા પેજર બન્યો હોવાનો ઇનકાર કર્યો હતો. સરકારે સત્તાવાર રીતે જણાવ્યા મુજબ વલગરિયાની કોઈ કંપની દ્વારા સંદેશા વ્યવહારના કોઈ સાધનોની આયાત નિકાસ કે ઉત્પાદન કરવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ધડાધડ ફાટેલા AR 924 બ્રાન્ડના પેજર તાઇવાનની ગોલ્ડ એપોલો કંપની બનાવતી હતી. જોકે એ કંપનીએ પોતે નહી પણ તેમનું બ્રાન્ડ ને વાપરવાનું લાયસન્સ ધરાવતી હંગેરીની BAC CONSULTING KAF કંપની દ્વારા બનાવાયા હોવાનો ખુલાસો કર્યો હતો. અને હવે અચાનક તેમાં કેરાલિયન મૂળ ધરાવતા યુવાનની કંપનીનું નામ ઉછળ્યું છે.