અહી મેકડોનાલ્ડના હેમ્બર્ગર ખાધા બાદ રોગચાળો ફાટી નીકળ્યો : એક વ્યક્તિનું મોત, જાણો શું છે સમગ્ર મામલો
અમેરિકાના કેટલાક રાજ્યોમાં મેક લડોનાલ્ડના બીફ પેટ્ટી ધરાવતા ક્વાર્ટર પાઉન્ડર હેમ્બર્ગર ખાધાં બાદ ઈ કોલી નામે ઓળખાતી બીમારી ફાટી નીકળી હતી. તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય 10 ને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. યુએસ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા આ જાહેરાત કરવામાં આવ્યા બાદ મેક ડોનાલ્ડના શેર છ ટકા નો ઘટાડો નોંધાયો હતો.
અમેરિકાના 10 રાજ્યોમાં આ હેમબર્ગર આરોગ્ય બાદ ઇ કોલી થી પીડિત 49 કેસ નોંધાયા હતા. કોલોરાડા રાજ્યમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે એક બાળકમાં કિડનીની રક્તવાહિનીઓને નુકસાન કરતા હેમોલેટિક યુરેમિક સિન્ડ્રોમ નજરે પડ્યા હતા. ઈ કોલી
પેટ સાથે સંબંધ ધરાવતી બીમારી છે. તે બીમારીમાં ઝાડા, ઉલટી અને 102 ડિગ્રી સુધી તાવની સમસ્યા સર્જાય છે.સામાન્ય રીતે વગર દવાએ પણ આ બીમારીમાં દર્દી સાત દિવસમાં સાજો થઈ જાય છે પરંતુ જો એ ગંભીર સ્વરૂપ ધરે તો જીવ માટે જોખમી પણ બની શકે છે. આ ઘટના બાદ મેકડોનાલ્ડ દ્વારા કેટલાક રાજ્યોમાં ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગરનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું.