‘હીર એક્સપ્રેસ’ સફળતાના ટ્રેક પર : પ્રીત કામાણીએ કહ્યું-“મને રાજકોટ આવવું ગમે છે, હું અહી આવી રીલેક્સ થઇ જાવ છું”
રાજકોટનાં પનોતા પુત્ર અને બોલીવુડ સુધીની ઝળહળતી સફર સુધી પહોંચનાર પ્રીત કામાણી `વોઇસ ઓફ ડે’ના મહેમાન બન્યાં હતા. ઓટીટી પર સુપરહિટ થયેલી `હાફ સી.એ.’ વેબ સીરીઝની દર્શકોનાં દિલમાં ખાસ સ્થાન બનાવનાર ચોકલેટી હીરો પ્રીત કામાણીની “હીર એક્સપ્રેસ” ફાસ્ટ ટ્રેક પર દોડી રહી છે. આ મુલાકાત વખતે `વોઇસ ઓફ ડે’ મીડિયાનાં પ્લેટફોર્મ પરથી ખાસ દર્શકોનો દિલથી આભાર માન્યો હતો. આ મુલાકાત સમયે પ્રીત કામાણીનાં પિતા હરેન કામાણી ઉપસ્થિત રહયા હતા.

રાજકોટની ગલીઓમાંથી સપના લઇને નીકળેલો પ્રીત કામાણીએ પોતાની સફર, સપનાં અને કયા પડકારોથી પસાર થઇ અહીં સુધી પહોંચ્યો છે તેની નિખાલસ વાતો `વોઇસ ઓફ ડે’ના એમ.ડી. કૃણાલભાઇ મણીયાર સાથે કરી હતી.

રાજકોટમાં પ્રીત કામાણીએ જુવેનાઇલ ડાયાબીટીક બાળકો સાથે “હીર એક્સપ્રેસ” ફિલ્મ નિહાળી હતી તો તેમની સાથે કેક કાપી ઉજવણી કરી આ બાળકોની મદદ માટે તેને તૈયારી દર્શાવી હતી. એમ.ડી. કૃણાલભાઇ સાથેની તેમની મુલાકાતને યાદગાર દર્શાવતાં કહયું કે, મને વર્ષમાં એકવાર રાજકોટ આવવું ચોક્કસ ગમે છે, અહીં આવી હું રીલેક્સ થઇ જાવ છું, મારાં ફ્રેન્ડસને મળું છું.

હાલમાં પ્રીતે રાજકોટનાં ગરબાને માણ્યાં હતાં. ચોકલેટી બોય સાથે સેલ્ફી લેવા યુવાધનમાં ક્રેઝ છવાયો હતો. પેરાગોનની એક ફિલ્મમાંથી એન્ટ્રી કરી ત્યારબાદ વોડાફોન, મારૂતિ કાર, પેપ્સી સહિત અનેક એડ ફિલ્મો કર્યા બાદ રાજકોટનો આ દિકરો મોટા બેનરની પાંચ હિન્દી ફિલ્મો, અનેક વેબસીરીઝમાં છવાઇ ગયો છે. આગામી દિવસોમાં પણ અનેક મોટા બેનરની ફિલ્મોમાં પ્રીતનો અભિનવ જોવા મળશે.
