ભારે કરી! ઓટલે બેસવા પત્ની ગઈ, બેફામ માર પતિએ ખાધો, પાડોશી યુવકે કરી ધોલાઈ
રાજકોટમાં હવે સામાન્ય બાબતે લાકડી, પાઈપ સહિતના હથિયારોથી એકબીજા પર હુમલા કરવાનું રોજિંદું બની ગયું હોય તેમ દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં આવા બનાવ બન્યે રાખે છે. આવી જ વધુ એક ઘટના મોરબી રોડ પર રતનપર ગામે આવેલી રામધામ સોસાયટીમાં બની હતી જ્યાં પાડોશી સાથે તેમના ઓટલે બેઠેલી પત્નીને ત્યાં ન બેસાડવાનું કહેતાં જ પાડોશી યુવકે બેફામ ધોલાઈ કરી નાખી હતી.
આ પણ વાંચો : લો બોલો! એક ચોપાનિયાને કારણે 65 લોકોએ 6.50 લાખ ગુમાવ્યા,આ રીતે શરૂ થયો છેતરપિંડીનો ખેલ
આ અંગે સંદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેની પત્ની ખમ્માબા શેરીમાં રહેતા રવિરાજસિંહ પરમારના ઘરની બહાર રવિરાજસિંહના મમ્મી સાથે બેઠી હોય મને પસંદ ન પડતા મેં રવિરાજસિંહના મમ્મી મનહરબાને જઈને મારી પત્નીને અહીં શું કામ બેસવા દો છો’ તેમ કહેતા મનહરબાના પુત્ર રવિરાજસિંહે બહાર આવી ‘ભલેને બેઠા તને કોઈ વાંધો છે’ તેમ કહી પોલીસ પાસે હોય તેવી લાકડીથી હુમલો કર્યો હતો. આ પછી રવિરાજસિંહના મિત્રો બદુ અને જયદીપે પણ પાઈપ અને ધોકાથી સંદીપસિંહ ઉપર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ડી-માર્ટ સ્ટોરમાંથી કાજુ-બદામની બે મહિલાઓ કરતી’તી ચોરી,આ રીતે ફૂટ્યો ભાંડો :લોકો પણ ચોંકી ગયા
આટલું ઓછું હોય તેમ રવિરાજસિંહે સંદીપસિંહને ગુપ્ત ભાગે લાકડી મારી દીધી હતી અને છોડાવવા વચ્ચે પડેલાં સંદીપસિંહના મમ્મીને પણ લાત મારી પછાડી દેતાં સંદીપસિંહને હોસ્પિટલમાં ખસેડાયો હતો. કૂવાડવા રોડ પોલીસે રવિરાજસિંહ પરમાર, બદુ અને જયદીપ સામે ગુનો નોંધ્યો હતો.
