ધરતી પરનું સ્વર્ગ બન્યું નરક : નરસંહારનો લોહિયાળ ઇતિહાસ, વાંચો 2008 થી 2025 સુધીના હત્યાકાંડની સંપૂર્ણ યાદી
પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીર હત્યાઓ આતંકવાદી હુમલાઓ અને નરસંહારોનો રક્ત રંજિત કલંકિત ઇતિહાસ ધરાવે છે. છેક 1990 થી નિર્દોષ નાગરિકો અને સુરક્ષા દળના જવાનો આતંકવાદનો ભોગ બનતા રહ્યા છે. દાયકાથી નાગરિકો અને ધાર્મિક યાત્રાળુઓ પર અસંખ્ય હુમલાઓ થતા રહ્યા છે. સેંકડો યાત્રાળુઓ, અન્ય રાજ્યોના મજૂરો અને હિન્દુ સમુદાયના લોકો આ રાક્ષસી આતંકવાદના ખપ્પરમાં હોમાઈ ચૂક્યા છે.

છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર મુખ્ય પ્રવાહ સાથે ભળી રહ્યું આતંકવાદી ગતિવિધિઓ અને હુમલાઓને કાબુમાં લેવામાં સુરક્ષા દળોને નોંધપાત્ર સફળતા મળી હતી. દેશભરમાંથી પર્યટકો કાશ્મીરમાં જવા લાગ્યા હતા ત્યારે જ પહલગામમાં પર્યટકો ઉપર હુમલા ની આ ઘટના બનતા દેશ સ્તબ્ધ બની ગયો છે. છેલ્લે, વડાપ્રધાન મોદીએ 9 જુન 2024 ના રોજ ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા તે દિવસે જમ્મુના રીઆસી જિલ્લામાં આતંકવાદીઓએ યાત્રાળુ બસ ઉપર હુમલો કરતા 10 લોકોના મૃત્યુ થયા હતા અને 33 ઘાયલ થયા હતા.તે પછીનો આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો.
જો કે કાશ્મીરમાં પર્યટકોને નિશાન બનાવ્યા હોય તેવી 1995 પછીની આ પ્રથમ ઘટના હતી. આ અગાઉ 1995માં પણ પર્યટકો ઉપરના હુમલા ની ઘટના પહલગામમાં જ બની હતી. અલ-ફરાન નામના આતંકવાદી જૂથ દ્વારા છ વિદેશી પ્રવાસીઓ અને બે ગાઇડનું અપહરણ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ હરકતના નેતા મસૂદ અઝહર અને અન્ય આતંકવાદીઓની મુક્તિની માંગ કરી હતી.એ માંગણીઓ પૂરી ન થતાં એક અપહૃત હંસ ક્રિશ્ચિયન ઓસ્ટ્રોનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું, અને અન્ય એક, જોન ચાઇલ્ડ્સ, ભાગી નીકળ્યો હતો. બાકીના ચાર અપહૃતોનો આજ સુધી કોઈ પતો મળ્યો નથી.તેઓને મૃત માનવામાં આવે છે.એ ઘટના બાદ મંગળવારે 26 પર્યટકોને મારી નાખવામાં આવ્યા હતા.
2 ઓગસ્ટ 2000નો એ કાળો દિવસ સંકલિત હુમલાઓમાં 105 લોકોની હત્યા

2 ઓગસ્ટ, 2000ના રોજ એક મોટા હુમલામાં, શ્રી અમરનાથ યાત્રાના પહલગામ બેઝ કેમ્પ પર હુમલામાં 21 નાગરિકો માર્યા ગયા હતા. યાત્રાએ જઈ રહેલા અન્ય 31 ભાવિકો પણ આતંકવાદી હુમલા નો ભોગ બન્યા હતા.એ જ દિવસે થયેલા સંકલિત હુમલાઓમાં 54 લોકોના મૃત્યુ થયા હતા. આતંકવાદી જૂથોએ એક જ દિવસે અનેક સ્થળે હુમલા કર્યા હતા.તેમાં મિરબઝાર-કાઝીગુંડ અને સાંદૂ-આચ્છાબલમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશના 27 મજૂરો, ડોડા જિલ્લામાં સમુદાયના 11 સભ્યો, કુપવાડામાં એક શરણાગત આતંકવાદીના પરિવારના 7 સભ્યો અને ડોડા જિલ્લાના કાયર ગામમાં આઠ ગ્રામ રક્ષણ સમિતિના સભ્યોની હત્યાઓ કરવામાં આવી હતી. સાત મુસ્લિમ વેપારીઓ તેમજ સુરક્ષા દળના ત્રણ જવાનો અને અધિકારીઓ પણ આ હુમલાઓમાં માર્યા ગયા હતા.
ક્લિન્ટનની મુલાકાત સમયે 36 શીખોને કતારમાં ઊભા રાખી વીંધી નાખ્યા હતા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતની મુલાકાતે છે ત્યારે જ આતંકવાદીઓએ આ હુમલો કર્યો તે જ રીતે વર્ષ 2000માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારત આવવાના હતા તેના આગલા દિવસે ત્યારે 21 માર્ચ 2000 ના રોજ અનંતનાગ જિલ્લાના ચટ્ટીસિંહપોરા ગામમાં 36 શીખોની હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓ ભારતીય સૈનિકોનો ગણવેશ પહેરીને આવ્યા હતા અને ચેકિંગના નામે ઘરે ઘરે જઈ શીખ સમુદાયના લોકોને બહાર કાઢ્યા હતા. બાદમાં એક ગુરુદ્વારાની બહાર બધાને કતારમાં ઊભા રાખી અંધાધુંધ ગોળીબાર દ્વારા મારી નાખ્યા હતા. નરસંહારના અન્ય એક બનાવમાં 24 માર્ચ, 2003ના રોજ, પુલવામાના નદીમાર્ગ ગામમાં 11 મહિલાઓ અને બે બાળકો સહિત 24 કાશ્મીરી પંડિતો, જેમાં 11 મહિલાઓ અને 2 બાળકોને ક્રૂર આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીઓ વરસાવી મારી નાખ્યા હતા.
અમરનાથના યાત્રાળુઓ આતંકીઓના નિશાન પર

2001માં, અમરનાથ ગુફા નજીક એક આતંકવાદીએ ગ્રેનેડ ફેંક્યા બાદ કરેલા ગોળીબારમાં છ યાત્રાળુઓ સહિત 13 લોકો માર્યા ગયા. 2002માં નૂનવાન કેમ્પ પર હુમલામાં આઠ યાત્રાળુઓ માર્યા ગયા અને 30 ઘાયલ થયા. ત્યારબાદ જો કે 1994-1999 દરમિયાન, અમરનાથ યાત્રા પ્રમાણમાં શાંતિપૂર્ણ રહી હતી.એ જ રીતે 2002 પછી, 2017 સુધી 15 વર્ષનો સમયગાળો હતો જેમાં અમરનાથ યાત્રાળુઓ પર મોટા હુમલાઓ થયા ન હતા. જુલાઈ 2017માં, અમરનાથ ગુફાથી પરત ફરતી આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં સાત યાત્રાળુઓ માર્યા ગયા અને 19 ઘાયલ થયા હતા.
1989 થી 2025: હત્યાકાંડોની સંપૂર્ણ યાદી
- 14 સપ્ટેમ્બર 1989 – ભાજપના નેતા ટીકા લાલ ટપલૂની શ્રીનગરમાં હત્યા.
- 4 નવેમ્બર 1989 – નિવૃત્ત ન્યાયાધીશ નીલકંઠ ગંજૂની ગોળી મારી હત્યા.
- 13 ફેબ્રુઆરી 1990 – દૂરદર્શનના ડિરેક્ટર લસ્સા કૌલની હત્યા.
- 6 એપ્રિલ 1990 – HMTના CEO H.L. ખેરા અને કાશ્મીર યુનિવર્સિટીના VC મુશીર-ઉલ-હકની હત્યા.
- 1 મે 1990 – કવિ સરવાનંદ કૌલ પ્રેમી અને તેમના પુત્રની હત્યા.
- 21 મે 1990 – ઈમામ મોહમ્મદ ફારૂક શાહની હત્યા.
- 1990–91 – 200થી વધુ કાશ્મીરી પંડિતોની હત્યા; સામૂહિક સ્થળાંતર શરૂ.
- 29 માર્ચ 1994 – લેફ્ટનન્ટ જનરલ ઇ.ડબલ્યુ. ફર્નાન્ડિસ અને 14 સૈન્ય અધિકારીઓ હુમલામાં માર્યા ગયા.
- 26 જાન્યુઆરી 1995 – ગવર્નર કે.વી. કૃષ્ણ રાવ પર હત્યાનો નિષ્ફળ પ્રયાસ; 8 ના મોત
- 20 જુલાઈ 1995 – જમ્મુમાં બોમ્બ વિસ્ફોટમાં 20 માર્યા ગયા.
- 26 જાન્યુઆરી 1998 – વાંધામા હત્યાકાંડ: 23 કાશ્મીરી પંડિતો માર્યા ગયા.
- 17 એપ્રિલ 1998 – પ્રાંકોટે હત્યાકાંડ: 29 માર્યા ગયા.
- 21 એપ્રિલ 1998 – થબ ગામ હત્યાકાંડ: 13 ગ્રામજનો માર્યા ગયા.
- 19 જૂન 1998 – ચપનારી હત્યાકાંડ: 25 મોત.
- 3 ઓગસ્ટ 1998 – ચંબા હત્યાકાંડ: 35 હિન્દુઓ માર્યા ગયા.
- 7 સપ્ટેમ્બર 1999 – ભાજપના ઉમેદવાર હૈદર નૂરાનીની હત્યા.
- 3 નવેમ્બર 1999 – બદામી બાગ કેન્ટોનમેન્ટમાં આત્મઘાતી હુમલો: 10 માર્યા ગયા.
- 24 ડિસેમ્બર 1999 – આત્મઘાતી બોમ્બરે 12 J&K સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપના જવાનોની હત્યા કરી.
- 7 જાન્યુઆરી 2000 – શ્રીનગર મેટ્રોલોજિકલ સેન્ટર પર હુમલો: 4 માર્યા ગયા.
- 20 માર્ચ 2000 – ચટ્ટીસિંહપોરા હત્યાકાંડ: 35 શીખો માર્યા ગયા.
- 15 મે 2000 – મંત્રી ગુલામ હસન ભટની હત્યા; 5 અન્ય માર્યા ગયા.
- ઓગસ્ટ 2000 – અમરનાથ યાત્રા હત્યાકાંડ: 62 યાત્રાળુઓ માર્યા ગયા.
- 3 નવેમ્બર 2000 – આગા સૈયદ મહેરી લેન્ડમાઇન વિસ્ફોટમાં માર્યા ગયા; 6 અન્ય માર્યા ગયા.
- 25 ડિસેમ્બર 2000 – સ્રીનગર આર્મી હેડક્વાર્ટર પર હુમલો: 9 માર્યા ગયા.
- 9 ફેબ્રુઆરી 2001 – J&K પોલીસ હેડક્વાર્ટર પર આત્મઘાતી બોમ્બિંગ: 12 માર્યા ગયા.
- 10 ફેબ્રુઆરી 2001 – કોટ ચરવાલ હત્યાકાંડ: 15 નાગરિકો માર્યા ગયા.
- 2 માર્ચ 2001 – રાજૌરીમાં પોલીસ કાફલા પર હુમલો: 17 માર્યા ગયા.
- 8 જૂન 2001 – ચરાર-એ-શરીફ શ્રાઇન પર ગ્રેનેડ વિસ્ફોટ: 4 માર્યા ગયા.
- 20 જુલાઈ 2001 – અમરનાથ યાત્રાળુઓ પર હુમલો: 8 માર્યા ગયા.
- 21 જુલાઈ 2001 – દોડા હત્યાકાંડ: 16 માર્યા ગયા.
- 2–3 ઓગસ્ટ 2001 – કિશ્તવાર હત્યાકાંડ: 15 માર્યા ગયા.
- 7 ઓગસ્ટ 2001 – જમ્મુ રેલવે સ્ટેશન પર ગોળીબાર: 13 માર્યા ગયા.
- 29 ઓગસ્ટ 2001 – અનંતનાગમાં બસ પર હુમલો: 9 માર્યા ગયા.
- 1 ઓક્ટોબર 2001 – J&K વિધાનસભા પર આત્મઘાતી કાર બોમ્બિંગ: 36 માર્યા ગયા.
- 20 જાન્યુઆરી 2002 – પુંછ હત્યાકાંડ: 11 માર્યા ગયા.
- 30 માર્ચ 2002 – પ્રથમ રઘુનાથ મંદિર હુમલો: 11 માર્યા ગયા.
- 14 મે 2002 – કાલુચક હત્યાકાંડ: 31 સૈન્ય પરિવારો સહિત માર્યા ગયા.
- 21 મે 2002 – અબ્દુલ ગની લોનની હત્યા.
- 13 જુલાઈ 2002 – કાસિમ નગર હત્યાકાંડ: 25 માર્યા ગયા.
- 6 ઓગસ્ટ 2002 – અમરનાથ યાત્રા પર હુમલો: 11 માર્યા ગયા.
- 11 સપ્ટેમ્બર 2002 – કાયદા મંત્રી મુશ્તાક લોનની હત્યા.
- 11 નવેમ્બર 2002 – હાઇવે પર IED વિસ્ફોટ: 8 માર્યા ગયા.
- 22 નવેમ્બર 2002 – સ્રીનગરમાં IED વિસ્ફોટ: 6 માર્યા ગયા.
- 23 નવેમ્બર 2002 – લોઅર મુંડામાં IED વિસ્ફોટ: 19 માર્યા ગયા.
- 24 નવેમ્બર 2002 – બીજો રઘુનાથ મંદિર હુમલો: 14 માર્યા ગયા.
- 5 ડિસેમ્બર 2002 – ગુલામ મોહિઉદ્દીન લોનની હત્યા.
- 20 ડિસેમ્બર 2002 – અબ્દુલ અઝીઝ મીરની હત્યા.
- 28 જાન્યુઆરી 2003 – NC નેતા ફારૂક અહમદ કુચ્છેની હત્યા.
- 14 માર્ચ 2003 – પુંછમાં મહોરમ પરેડ પર આત્મઘાતી હુમલો: 4 માર્યા ગયા.
- 16 માર્ચ 2003 – રિમોટ પોલીસ પોસ્ટ પર હુમલો: 11 માર્યા ગયા.
- 23 માર્ચ 2003 – નદીમાર્ગ હત્યાકાંડ: 24 કાશ્મીરી પંડિતો માર્યા ગયા.
- 22 એપ્રિલ 2003 – ઉધમપુરમાં લેન્ડમાઇન વિસ્ફોટ: 6 માર્યા ગયા.
- 19 મે 2003 – રાજૌરીમાં ગળું કાપવાની ઘટના: 6 માર્યા ગયા.
- 26 મે 2003 – VDC સભ્યના ઘરે હુમલો: 5 માર્યા ગયા.
- 28 જૂન 2003 – સુંજવાન સૈન્ય બેઝ પર આત્મઘાતી હુમલો: 12 માર્યા ગયા.
- 22 જુલાઈ 2003 – અખનૂર સૈન્ય બેઝ પર હુમલો: 8 માર્યા ગયા.
- 13 સપ્ટેમ્બર 2003 – નેતા યૂસુફ પર્રેની કાર પર હુમલો: 3 માર્યા ગયા.
- 2 જાન્યુઆરી 2004 – જમ્મુ રેલવે સ્ટેશન પર આત્મઘાતી હુમલો: 4 માર્યા ગયા.
- 3 માર્ચ 2004 – જમ્મુમાં કોર્ટ કોમ્પ્લેક્સ પર આત્મઘાતી હુમલો: 7 માર્યા ગયા.
- 9 માર્ચ 2004 – PIB ઓફિસ પર આત્મઘાતી હુમલો: 2 માર્યા ગયા.
- 8 એપ્રિલ 2004 – ઉરીમાં PDP રેલી પર હુમલો: 11 માર્યા ગયા.
- 23 મે 2004 – હાઇવે પર IED વિસ્ફોટ: 30 માર્યા ગયા.
- 26 જૂન 2004 – સુરનકોટ હુમલો: 12 માર્યા ગયા.
- 2 જુલાઈ 2004 – MP ચૌધરી લાલ સિંહના કાફલા પર હુમલો: 6 માર્યા ગયા.
- 19 જુલાઈ 2004 – ડેપ્યુટી CM પર હત્યાનો પ્રયાસ: 6 માર્યા ગયા.
- 28 જુલાઈ 2004 – દલ તળાવ પરમિલિટરી બેઝ પર ગોળીબાર: 5 માર્યા ગયા.
- 4 ઓગસ્ટ 2004 – CRPF કેમ્પ પર હુમલો: 9 માર્યા ગયા.
- 5 ડિસેમ્બર 2004 – પુલવામામાં IED વિસ્ફોટ: 10 માર્યા ગયા.
- 7 જાન્યુઆરી 2005 – ઇન્કમ ટેક્સ ઓફિસ પર આત્મઘાતી બોમ્બિંગ: 3–5 માર્યા ગયા.
- 24 ફેબ્રુઆરી 2005 – ડિવિઝનલ કમિશનરની ઓફિસ પર આત્મઘાતી બોમ્બિંગ: 6 માર્યા ગયા.
- 12 મે 2005 – સ્રીનગર સ્કૂલ પર ગ્રેનેડ હુમલો: 2 બાળકો માર્યા ગયા.
- 13 જૂન 2005 – પુલવામામાં કાર બોમ્બ: 13 માર્યા ગયા.
- 24 જૂન 2005 – સુરક્ષા દળો પર બસ હુમલો: 9 માર્યા ગયા.
- 19 જુલાઈ 2005 – ઉધમપુરમાં ગામ પર હુમલો: 6 માર્યા ગયા.
- 20 જુલાઈ 2005 – સ્રીનગરમાં આર્મી વાહન પર આત્મઘાતી હુમલો: 5 માર્યા ગયા.
- 9 સપ્ટેમ્બર 2005 – ઉધમપુરમાં ત્રણ પરિવારો પર હુમલો: 6 માર્યા ગયા.
- 10 સપ્ટેમ્બર 2005 – હાઇવે પર આર્મી કાફલા પર હુમલો: 5 માર્યા ગયા.
- 10 ઓક્ટોબર 2005 – રાજૌરી હત્યાકાંડ: ચાર પરિવારોમાંથી 10 માર્યા ગયા.
- 18 ઓક્ટોબર 2005 – શિક્ષણ મંત્રી ગુલામ નબી લોનની હત્યા.
- 2 નવેમ્બર 2005 – મુફ્તી મોહમ્મદ સઈદના ઘર નજીક આત્મઘાતી હુમલો: 10 માર્યા ગયા.
- 14 નવેમ્બર 2005 – સ્રીનગર બિઝનેસ હબ પર આત્મઘાતી બોમ્બિંગ: 4 માર્યા ગયા.
- 15 નવેમ્બર 2005 – PDPના ગુલામ હસન મીર પર હત્યાનો પ્રયાસ: 3–6 માર્યા ગયા.
- 16 નવેમ્બર 2005 – મંત્રી ઉસ્માન મજીદ પર હત્યાનો નિષ્ફળ પ્રયાસ: 4 માર્યા ગયા.
- 23 જાન્યુઆરી 2006 – સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ સાથે ગોળીબાર: 4 માર્યા ગયા.
- 9 એપ્રિલ 2006 – ઉધમપુરમાં 3 લોકોના પરિવારની હત્યા.
- 14 એપ્રિલ 2006 – સ્રીનગરમાં સિરિયલ ગ્રેનેડ વિસ્ફોટ: 5 માર્યા ગયા.
- 1 મે 2006 – દોડા હત્યાકાંડ: લશ્કર-એ-તૈયબા દ્વારા 34 હિન્દુઓ માર્યા ગયા.
- 21 મે 2006 – CM ગુલામ નબી આઝાદની રેલી પર હુમલો: 6–7 માર્યા ગયા.
- 25 મે 2006 – સ્રીનગરમાં ગ્રેનેડ હુમલો: 8 માર્યા ગયા.
- 12 જૂન 2006 – અનંતનાગમાં મજૂરો પર હુમલો: 9 માર્યા ગયા.
- 30 જૂન 2006 – NC નેતા ગુલામ નબી દારની કુલગામમાં હત્યા: 7 માર્યા ગયા.
- 11 જુલાઈ 2006 – સ્રીનગરમાં ગ્રેનેડ હુમલો: 8 માર્યા ગયા.
- 10 નવેમ્બર 2006 – પુલવામામાં ગ્રેનેડ વિસ્ફોટ: 6 માર્યા ગયા.
- 8 ફેબ્રુઆરી 2007 – પુલવામામાં પેટ્રોલિંગ પર હુમલો: 5 સૈનિકો માર્યા ગયા.
- 30 માર્ચ 2007 – રાજૌરીમાં મજૂરો પર હુમલો: 5 માર્યા ગયા.
- 29 જુલાઈ 2007 – શાલીમાર ગાર્ડન નજીક નાગરિક બસ પર હુમલો: 6 માર્યા ગયા.
- 17 ઓગસ્ટ 2007 – અવંતીપોરામાં સુરક્ષા દળો નજીક IED વિસ્ફોટ: 5 માર્યા ગયા.
- 11 ઓક્ટોબર 2007 – બારામુલ્લામાં IED વિસ્ફોટ: 7 માર્યા ગયા.
- 13 જૂન 2008 – લશ્કર-એ-તૈયબા દ્વારા આર્મી પર હુમલો: 5 સૈનિકો માર્યા ગયા.
- 4 જુલાઈ 2008 – કુપવાડામાં આર્મી પર હુમલો: 5 માર્યા ગયા.
- 19 જુલાઈ 2008 – સ્રીનગરમાં આર્મી બસ પર IED વિસ્ફોટ: 10 માર્યા ગયા.
- 24 જુલાઈ 2008 – સ્રીનગરમાં ગ્રેનેડ હુમલો: 5 માર્યા ગયા.
- 27 ઓગસ્ટ 2008 – કનચકમાં આત્મઘાતી હુમલો: 11 માર્યા ગયા.
- 21 એપ્રિલ 2009 – પુંછમાં IED વિસ્ફોટ: 5 માર્યા ગયા.
- 12 સપ્ટેમ્બર 2009 – સ્રીનગર સેન્ટ્રલ જેલમાં IED વિસ્ફોટ: 3 માર્યા ગયા.
- 30 ડિસેમ્બર 2009 – CRPF કાફલા પર ગોળીબાર: 4 માર્યા ગયા.
- 16 માર્ચ 2010 – સ્રીનગરમાં નાગરિકો પર હુમલો: 6 માર્યા ગયા.
- 24 જૂન 2013 – હિઝબુલ મુજાહિદ્દીન દ્વારા સ્રીનગરમાં આર્મી પર હુમલો: 8 માર્યા ગયા.
- 26 સપ્ટેમ્બર 2013 – કઠુઆમાં બે આત્મઘાતી હુમલા: 13 માર્યા ગયા.
- 28 માર્ચ 2014 – લશ્કર-એ-તૈયબા દ્વારા કઠુઆમાં ટ્રક હાઇજેક: 6 માર્યા ગયા.
- 7 એપ્રિલ 2014 – બરંદા મોરમાં લેન્ડમાઇન વિસ્ફોટ: 3 માર્યા ગયા.
- 13 ઓગસ્ટ 2014 – PM મોદીની મુલાકાત પહેલાં પુલવામામાં હુમલો: 3 માર્યા ગયા.
- 27 નવેમ્બર 2014 – અરનિયામાં આત્મઘાતી હુમલો: 10 માર્યા ગયા.
- 5 ડિસેમ્બર 2014 – ઉરીમાં આર્મી પર આત્મઘાતી હુમલો: 17 માર્યા ગયા.
- 20 માર્ચ 2015 – કઠુઆ પોલીસ સ્ટેશન પર આત્મઘાતી હુમલો: 6 માર્યા ગયા.
- 6 એપ્રિલ 2015 – શોપિયામાં 3 માર્યા ગયા.
- 2 જાન્યુઆરી 2016 – જૈશ-એ-મોહમ્મદ દ્વારા પઠાણકોટ એરબેઝ હુમલો: 12 માર્યા ગયા.
- 17 ઓગસ્ટ 2016 – બારામુલ્લામાં સૈન્ય કાફલા પર હુમલો: 3 માર્યા ગયા.
- 18 સપ્ટેમ્બર 2016 – જૈશ-એ-મોહમ્મદ દ્વારા ઉરી હુમલો: 24 સૈનિકો માર્યા ગયા.
- 29 નવેમ્બર 2016 – નાગરોટા સૈન્ય બેઝ પર આત્મઘાતી હુમલો: 7 માર્યા ગયા.
- 23 ફેબ્રુઆરી 2017 – શોપિયામાં પેટ્રોલ પાર્ટી પર હુમલો: 4 માર્યા ગયા.
- 1 મે 2017 – કુલગામમાં બેંક વાન પર હુમલો: 7 માર્યા ગયા.
- 16 જૂન 2017 – અનંતનાગમાં સૈન્ય કાફલા પર હુમલો: 6 માર્યા ગયા.
- 10 જુલાઈ 2017 – અમરનાથ યાત્રા બસ પર હુમલો: 8 યાત્રાળુઓ માર્યા ગયા.
- 26 ઓગસ્ટ 2017 – પુલવામામાં સુરક્ષા દળો પર આત્મઘાતી બોમ્બિંગ: 8 માર્યા ગયા.
- 21 સપ્ટેમ્બર 2017 – PDP નેતા નઈમ અખ્તર પર હત્યાનો પ્રયાસ: 3 માર્યા ગયા.
- 6 જાન્યુઆરી 2018 – સોપોરમાં IED વિસ્ફોટ: 4 પોલીસકર્મીઓ માર્યા ગયા.
- 10 ફેબ્રુઆરી 2018 – સુંજવાન સૈન્ય બેઝ પર આત્મઘાતી હુમલો: 9 માર્યા ગયા.
- 14 જૂન 2018 – રાઇઝિંગ કાશ્મીરના સ્થાપક સંપાદક શુજાત બુખારીની શ્રીનગરમાં હત્યા.
- 29 ઓગસ્ટ 2018 – શોપિયામાં આતંકવાદી હુમલો: 4 માર્યા ગયા.
- 21 ઓક્ટોબર 2018 – કુલગામમાં લારૂ ગામ પર હુમલો: 15 માર્યા ગયા.
- 14 ફેબ્રુઆરી 2019 – જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામામાં આત્મઘાતી બોમ્બિંગ: 41 CRPF જવાનો માર્યા ગયા.
- 12 જૂન 2019 – અલ-ઉમર મુજાહિદ્દીન દ્વારા અનંતનાગ સ્કૂલ પર હુમલો: 5 માર્યા ગયા.
- 29 ઓક્ટોબર 2019 – બંગાળી મજૂરો પર હુમલો: 5 માર્યા ગયા.
- 4 મે 2020 – CRPF પેટ્રોલ પર હુમલો: 4 માર્યા ગયા.
- 8 જુલાઈ 2020 – ભાજપ નેતા વસીમ અહમદ બારી અને તેમના પરિવારની હત્યા: 3 માર્યા ગયા.
- 29 ઓક્ટોબર 2020 – ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા ભાજપ કાર્યકરો પર હુમલો: 3 માર્યા ગયા.
- 12 ડિસેમ્બર 2021 – શ્રીનગરમાં પોલીસ વાહન પર હુમલો: 3 માર્યા ગયા.
- 11 ઓગસ્ટ 2022 – રાજૌરીમાં આત્મઘાતી હુમલો નિષ્ફળ: 5 માર્યા ગયા.
- 1 જાન્યુઆરી 2023 – રાજૌરીમાં ઘર પર હુમલામાં નાગરિકો માર્યા ગયા: 4 માર્યા ગયા.
- 20 એપ્રિલ 2023 – પુંછમાં આર્મી વાહન પર હુમલો: 5 સૈનિકો માર્યા ગયા.
- 5 મે 2023 – રાજૌરીમાં IED વિસ્ફોટ: 5 માર્યા ગયા.
- 21 ડિસેમ્બર 2023 – આર્મી વાહન પર હુમલો: 5 માર્યા ગયા.
- 9 જૂન 2024 – ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા રિયાસી યાત્રા બસ પર હુમલો: 10 માર્યા ગયા.
- 9 જુલાઈ 2024 – કઠુઆમાં આર્મી કાફલા પર હુમલો: 5 માર્યા ગયા.
- 22 એપ્રિલ 2025 – પહલગામ પ્રવાસી હુમલો: 28+ નાગરિકો માર્યા ગયા.