2006 ના કંપારીજનક નિઠારીકાંડના 2 મુખ્ય આરોપીઓની ફાંસીની સજા રદ કરતી હાઇકોર્ટ
સુરેન્દ્ર કોલી અને મનીંદર સિંહ કોહલીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, કોઈ પુરાવા કે આધાર નહીં હોવાનું કોર્ટનું ફરમાન
નોઈડાના ચર્ચિત નિઠારી કાંડમાં અલ્હાબાદ હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંઢેરને તમામ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા . આ લોકોને નિઠારી કાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુરેન્દ્ર કોલીને 12 અને મનિન્દર સિંહ પંઢેરને બે કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજાને હાઈકોર્ટે રદ કરી દીધી છે. સીબીઆઇ કોર્ટે ફાંસીની સજા આપી હતી.
2005થી 2006 વચ્ચે આરોપીઓએ મહિલાઓ અને માસૂમ કન્યાઓ સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી અને દેશ દુનિયામાં ચકચાર મચી ગઈ હતી. શરીરના કટકા કરીને આરોપીઓએ નાલામાં ફેકી દીધા હતા. કેટલાક મૃતદેહોને દફન કરી દીધા હતા.
હાઈકોર્ટે બંને દોષિતોની અરજી પર આજે નિર્ણય સંભળાવ્યો હતો. સુરેન્દ્ર કોલીએ 12 કેસોમાં મળેલી ફાંસીની સજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જ્યારે મનિંદર સિંહ પંઠેરે બે કેસમાં મળેલી સજા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
આ આધાર પર નિર્દોષ જાહેર કર્યા
હાઈકોર્ટે કોઈ પ્રત્યક્ષ પુરાવા અને કોઈ સાક્ષીના અભાવના આધાર પર ગુનેગારોને નિર્દોષ જાહેર કર્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયથી સીબીઆઇને મોટો ઝટકો લાગ્યો છે. જોકે રિમ્પા હલદર મર્ડર કેસમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોહલીની ફાંસીની સજા યથાવત રાખી હતી. આ પુરાવાના આધારે બંનેને રિમ્પા હલદર હત્યા કેસમાં ફાંસીની સજા ફટકારી હતી.
અરજીઓ પર હાઈકોર્ટે સુનાવણી પૂરી કર્યા બાદ કોર્ટે 15 સપ્ટેમ્બરનો પોતાનો જજમેન્ટ રિઝર્વ કરી લીધો હતો. જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રા અને જસ્ટિસ એસ એચ એ રિઝવીની ડિવિઝન બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે. વર્ષ 2006માં નિઠારી કાંડનો ખુલાસો થયો હતો.