વડાપ્રધાન મોદીની સાથે કરો ‘પરીક્ષા પે ચર્ચા’ : રજિસ્ટ્રેશન શરુ, આ તારીખ સુધી કરાવી શકશો નોંધણી
દેશમાં નવા વર્ષથી બોર્ડની પરીક્ષાઓની સિઝન શરૂ થઈ રહી છે. બોર્ડની પરીક્ષાની મોસમ એટલે તણાવની મોસમ. આ તણાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ‘પરીક્ષા પે ચર્ચા’ની 8મી આવૃત્તિ માટે નોંધણી શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તેમની પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે, પરીક્ષાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, PPC2025 સાથે પરીક્ષાના તણાવ અને ડરને પાછળ છોડી દેવાનો સમય આવી ગયો છે. તો પછી રાહ શેની જુઓ છો? PM મોદી સાથે તમારી અંદર પરીક્ષાના યોદ્ધાને પ્રજ્વલિત કરો.

ધર્મેન્દ્ર પ્રધાને પોતાની પોસ્ટમાં લખ્યું, ‘વડાપ્રધાન મોદીજીના માસ્ટર-ક્લાસનો ભાગ બનવા માટે, તેમને તમારા પ્રશ્નો મોકલો અને ઑનલાઇન પ્રવૃત્તિઓનો ભાગ બનો. તમે તમારી એન્ટ્રીઓ http://innovateindia1.mygov.in પર સબમિટ કરી શકો છો. જેની છેલ્લી તારીખ: જાન્યુઆરી 14, 2025 છે.