હરિયાણા વિધાનસભા ચુંટણી : આવતી કાલે 90 બેઠકો માટે મતદાન
જમ્મુ-કાશ્મીર વિધાન સભાની ચુંટણી પૂરી થઈ છે અને હવે 5 મી એટલે કે આવતી કાલે હરિયાણા વિધાન સભાની 90 બેઠકો માટે મતદાન થવાનું છે. તમામ રાજકીય પક્ષો દ્વારા ગુરુવારે પ્રચાર બંધ થઈ ગયો હતો અને ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો હતો. હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન છે અને 8 મીએ પરિણામ આવશે.
હરિયાણાના જંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ફાઇટ રહેશે. આઈએનએલડી અને આપ સહિત અપક્ષો પણ મેદાનમાં છે. ભાજપ માટે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ જોરદાર પ્રચાર કર્યો હતો અને કોંગી માટે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો.
ભાજપ વતી નાયબ સિંહ સૈની, અનિલ વીજ, જ્ઞાનચંદ ગુપ્તા, અસીમ ગોયલ વગેરે સહિતના મોટા માથા મેદાનમાં છે અને કોંગ્રેસ વતી પ્રદીપ ચૌધરી, વીનેશ ફૉગાટ, અશોક અરોરા, આદિત્ય સુરજેવાલા સહિતના ટોચના ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. આ વખતે ખાસ વાત એ છે કે કૂલ 462 અપક્ષ ઉમેદવારો મેદાને પડ્યા છે.
બુલડોઝરથી ઉમેદવારે નોટ વરસાવી
હરિયાણામાં ચુંટણી પ્રચાર ચાલી રહ્યો હતો અને 48 કલાક પહેલા બંધ થયો હતો. અહી 5 મી તારીખે એટલે આવતી કાલે મતદાન થવાનું છે અને તે પહેલા રાજકીય પક્ષોના ઉમેદવારો કેવા પ્રકારના નાટક કરે છ એટેનો એક વિડીયો વાયરલ થયો હતો.
આ વિડિયોમાં આઈએનએલડીણા ઉમેદવાર હબીબ અને તેના ટેકાદો દ્વારા બુલડોઝરથી ચલણી નોટો વરસાવાઈ હતી. જોવાની ખૂબી એ છે કે આ નોટોની લૂટપાટ પણ એમના જ ટેકેદારોએ કરી હતી. જો કે કેટલાક અન્ય લોકો પણ તેમાં શામેલ થઈ ગયા હતા. નૂહ શહેરમાં નગીના નામના વિસ્તારમાં આ ઘટના બની હતી.