હાર્દિક પંડ્યા ભડક્યો: ગર્લફ્રેન્ડના ખરાબ એન્ગલથી ફોટા પાડતા પાપારાઝી પર તૂટી પડ્યો!
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ અભિનેત્રી માહિકા શર્માનો ‘અયોગ્ય એન્ગલ’થી વીડિયો અને તસવીરો પાડતા પાપારાઝી પર હાર્દિકએ તીવ્ર પ્રતિક્રિયા આપી. હાર્દિકે Instagram પર લાંબી પોસ્ટ શેર કરીને સ્પષ્ટ કર્યું કે કોઈપણ મહિલા માટે આવા શોટ્સ લેવો અસ્વીકાર્ય છે. રેસ્ટોરન્ટની સીડીઓ પરથી માહિકા નીચે ઉતરી રહી હતી ત્યારે મીડિયા દ્વારા ક્લિક કરાયેલા એન્ગલને લઈને હાર્દિકે કહ્યું આ હદો વટાવવાનો કિસ્સો છે.
“દરેક મહિલાનું સન્માન જરૂરી” – હાર્દિકનો સંદેશ
સોશિયલ મીડિયા પોસ્ટમાં હાર્દિકે મીડિયાને સન્માન અને સંયમ જાળવવાની અપીલ કરી. તેણે લખ્યું કે વાત માત્ર હેડલાઇન્સની નથી, પરંતુ દરેક મહિલાના સન્માનની છે. તેણે પાપારાઝીને વિનંતી કરી કે ‘બધું ક્લિક કરવું જરૂરી નથી, દરેક એન્ગલ લેવું જરૂરી નથી—થોડી માનવતા રાખો.’ ગયા ઓક્ટોબરમાં હાર્દિકે માહિકાને જાહેર રીતે પોતાની ગર્લફ્રેન્ડ તરીકે ઇન્ટ્રોડ્યૂસ કર્યા બાદ બંને સતત સાથે જોવા મળે છે.
