કર્ણાટકમાં ભાજપનાધારાસભ્ય સામે જાતીય સતામણીની ફરિયાદ
દક્ષિણ કર્ણાટકના ભાજપના મોટા ગજાના નેતા અને પૂટુર બેઠકના ધારાસભ્ય અરુણ કુમાર પુથીલા સામે 47 વર્ષની એક મહિલાએ જાતીય હુમલો અને સતામણીની ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી,જાતીય સતામણી અને ગુનાનું કાવતરું રચવા સબબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ 2023 માં આરોપી ધારાસભ્યએ બેંગલુરુની હોટેલમાં આ કૃત્ય આચર્યું હતું.અરુણ કુમારે એ મહિલા સાથે સેલ્ફી લઇ, ફોટા પાડી અને વિડિયો ઉતાર્યા હતા અને બાદમાં તેને બ્લેક મેઈલ કરતા હતા.અરુણ કુમાર વિધાનસભાની ચૂંટણીમાં બળવો કરીને પુટુરની બેઠક પર વિજયી થયા હતા અને બાદમાં ફરી ભાજપમાં ભળી ગયા હતા.