Har Ghar Tiranga : PM મોદીએ પ્રોફાઈલ ફોટો બદલ્યો , DPમાં ત્રિરંગાનો ફોટો મુકવા દેશની જનતાને કરી અપીલ
નવી દિલ્હી
કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અભિયાનમાં સામેલ થયા છે. તેમણે તેમનો પ્રોફાઈલ ફોટો બદલીને તેમાં તિરંગાનો ફોટો મુક્યો છે.
વડાપ્રધાન મોદીએ દેશની જનતાને પણ હર ઘર ત્રિરંગા અભિયાનમાં ભાગ લેવા અને તેમના પ્રોફાઈલમાં ત્રિરંગા મુકવો અપીલ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે આવો સાથે મળીને આ વર્ષના સ્વતંત્રતા દિવસને હર ઘર તિરંગા અભિયાનની સાથે યાદગાર જન આંદોલન બનાવીએ. હું મારો પ્રોફાઈલ ફોટો બદલી રહ્યો છું. હું તમને અપીલ કરું છું કે તમે પણ મારી સાથે આ અભિયાનમાં ભાગ લો અને તમારી સેલ્ફી https://harghartiranga.com પર શેર કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય એક ટ્વીટમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં ભારત છોડો આંદોલન અંગેની માહિતી આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત છોડો આંદોલન દેશની આઝાદીમાં મહત્વનું સાબિત થયું. મહાત્મા ગાંધીની નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લેનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ. સ્વતંત્રતા સંગ્રામમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ હતી.