ઇઝરાયલનો પ્રવાસ રદ કર્યો, હમાસ મુક્તિ સંગઠન છે
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં તુર્કી હવે ખુલ્લંખુલ્લા હમાસની તરફેણ કરી રહ્યું છે અને તેના પ્રમુખ ઈરદોગન દ્વારા એવું નિવેદન અપાયું છે કે હમાસ આતંકી સંગઠન નથી બલ્કે તે મુક્તિ સંગઠન છે. એમણે હમાસને આતંકી જૂથ તરીકે માનવાનો ઇનકાર કરી દીધો છે.
એમણે વડહૂમાઆ એમ કહ્યું હતું કે હમાસ પોતાની જમીનની રક્ષા કરે છે માટે તે મુક્તિ સંગઠન છે. સંસદમાં સભ્યોને આપેલા ભાષણમાં એમણે કહ્યું હતું કે ઇઝરાયલે તુર્કીના સારા ઈરાદાઓનો ગેરલાભ લીધો છે. પોતે ઇઝરાયલની મુલાકાત રદ કરી હોવાની પણ એમણે માહિતી આપી હતી.
ગાઝામાં અમાનવીય કૃત્યો કરવામાં આવ્યા છે માટે ઇઝરાયલની મુલાકાત રદ કરવી પડી છે. એમણે વિશ્વના શક્તિશાળી દેશોને એવી અપીલ કરી હતી કે ઇઝરાયલના હુમલા ગાઝામાં બંધ થવા જોઈએ.