ગુજરાત બજેટ : અયોધ્યમાં બનશે ગુજરાત ભવન : વાંચો કેટલા કરોડ ફાળવાયા
દેશના તમામ નાગરિકો અયોધ્યા જઈ રામલલ્લાના દર્શન કરવાની ઈચ્છા ધરાવે છે. ગુજરાતના નાગરિકોને અયોધ્યા ખાતે વિશેષ સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર અહીં ગુજરાત યાત્રી ભવન બનાવવાની જાહેરાત કરી છે. નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ માટે જમીન પણ ખરીદવામાં આવી છે અને કુલ 50 કરોડની ફાળવણીમાંથી રૂ. 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે રાજ્યના મોટા શહેરોથી ડાયરેક્ટ ફ્લાઈટ અને ટ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું.
