GST 2.0 :નવરાત્રીના પહેલા દિવસે રોકેટ ગતિએ વેચાઈ કાર : સેકન્ડ હેન્ડ કારના વેચાણમાં પણ આવ્યો 400%નો વધારો
GST દરમાં ઘટાડો સોમવારથી અમલમાં આવ્યો. આ નિર્ણયે પહેલા દિવસથી જ જાદુ ચલાવવાનું શરૂ કર્યું, જેનાથી મંદીનો સામનો કરી રહેલા ઓટો સેક્ટરમાં નવો પ્રાણ ફૂંકાયો છે. સુધારાના પહેલા જ દિવસે નવા અને વપરાયેલા વાહનો માટે રેકોર્ડ વાહનોનું વેચાણ જોવા મળ્યું હતું. દર ઘટાડા બાદ, નાની કારના શોરૂમમાં ઉમટી પડ્યા. કંપનીઓએ પ્રથમ દિવસે જ નવો રેકોર્ડ કર્યો છે. દેશભરમાંઆ કારની જોરદાર ડિમાન્ડ નીકળી હતી. અમુક કંપનીઓએ તો સતક ખલાસ થવાની ભીતિ પણ દર્શાવી હતી . મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટાટા અને મહિન્દ્રા કંપનીઓની ધૂમ કાર વેચાઈ હતી
ઓટોમેકર્સ મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ છેલ્લા ઘણા વર્ષોમાં એક દિવસના વેચાણના નવા રેકોર્ડ બનાવ્યા. દેશની સૌથી મોટી પેસેન્જર ઓટોમેકર મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું હતું કે સોમવારે સાંજે તેનું રિટેલ વેચાણ 25,000 યુનિટને વટાવી ગયું છે અને દિવસના અંત સુધીમાં 30,000 વાહનોને વટાવી ગયું હતું. સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર (સેલ્સ અને માર્કેટિંગ) પાર્થો બેનર્જીએ જણાવ્યું હતું કે કંપનીના ડીલરશીપને આશરે 80,000 ગ્રાહકોની પૂછપરછ મળી હતી. નાની કારના મોડેલ માટે બુકિંગમાં 50 ટકાનો વધારો થયો છે, જ્યારે કેટલાક મોડેલનો સ્ટોક ખતમ થવાની ધારણા છે.
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના સીઓઓ તરુણ ગર્ગે જણાવ્યું હતું કે પહેલા દિવસે આશરે 11,000 વાહનોનું વેચાણ થયું હતું, જે છેલ્લા પાંચ વર્ષમાં કંપનીનો શ્રેષ્ઠ વેચાણ આંકડો છે. તેમણે ઉમેર્યું હતું કે નવરાત્રિની શરૂઆત અને GST સુધારાએ બજારમાં સકારાત્મક ઉર્જા ઉભી કરી છે. એ જ રીતે મહિન્દ્રાએ પણ સારું સેલિંગ કર્યું હતું. 20 હજારથી વધુ કાર વેચી હતી.
દરમિયાન, ટાટા મોટર્સને પણ નવરાત્રિના પહેલા દિવસે જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ GST દર ઘટાડાના પહેલા દિવસે 10,000 કાર ડિલિવરી કરી હતી અને 25,000 થી વધુ પૂછપરછ મળી હતી.
સેકન્ડ હેન્ડ કારના વેચાણમાં પણ આવ્યો 400%નો વધારો
સેકન્ડ હેન્ડ વાહનો માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ, Cars24 એ જણાવ્યું હતું કે નવરાત્રીના પહેલા દિવસે બપોર સુધીમાં કાર ડિલિવરીમાં રેકોર્ડ બ્રેક 400%નો વધારો જોવા મળ્યો હતો. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું, ત્યારબાદ અમદાવાદ, બેંગલુરુ, પુણે અને મુંબઈનો ક્રમ આવે છે. ઓટોમોબાઈલ ઉત્પાદકોના સંગઠન, સિયામના જનરલ સેક્રેટરી રાજેશ મેનનએ જણાવ્યું હતું કે દરમાં ઘટાડો ગ્રાહકોની ભાવનાને વેગ આપી રહ્યો છે.
