પાટીદાર અનામત આંદોલન સમયના 14 કેસ પાછા ખેંચતી સરકાર
હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાને રાષ્ટ્રદોહ કેસમાં રાહત
સરકારના નિર્ણયને હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓએ આવકાર્યો : અન્ય કેસ પણ પરત ખેંચવા માંગણી
રાજ્યમાં વર્ષ 2015 પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર નેતાઓ સામે નોંધવામાં આવેલા રાષ્ટ્રદ્રોહ સહિતના 14 કેસ રાજ્ય સરકારે પરત ખેંચી લેવામાં આવ્યા હોવાનું રાજ્ય સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલે જાહેર કર્યું હતું. બીજીતરફ સરકારના આ નિર્ણયનો પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો તેમજ ખોડલધામના નરેશ પટેલે પણ સરકારનો આભાર માન્યો છે.જો કે, એસપીજી નેતા લાલજી પટેલ અને જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયાએ પાટીદાર અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવા જોઇએ તેમ જણાવ્યું હતું.

અનામતની માંગ સાથે વર્ષ 2015માં રાજ્યમાં પાસ અને એસપીજી દ્વારા પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર આગેવાનો વિરુદ્ધ રાજ્યભરમાં રાષ્ટ્રદોહથી લઈ રાયોટીંગ સહિતના અસંખ્ય ગુન્હા નોંધવામાં આવ્યા હતા. આ કેસો પૈકી અતિ ગંભીર પ્રકારના લગભગ 14 કેસો સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય સરકારે લીધો હોવાનું ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જાહેર કર્યું હતું. સરકારે જે કેસ [પરત ખેંચવા નિર્ણય કર્યો છે તેમાં 8 કેસ અમદાવાદના, 2 કેસ સુરતના, 3 કેસ ગાંધીનગરના અને 1 કેસ મહેસાણા મળી કુલ 14 જેટલા કેસો પરત ખેંચવામાં આવશે તેવું જાહેર થયું છે.
વધુમાં ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પરત ખેંચવા અંગેની જાહેરાત કરતા જ જે તે સમયના રાષ્ટ્રદ્રોહ કેસના આરોપી અને હાલમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આભાર કરતી પોસ્ટમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન દરમિયાન મારા અને સમાજના અનેક યુવાનો પર થયેલા ગંભીર રાજદ્રોહ સહિતના ગુનાઓ ભૂપેન્દ્ર પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે. હું સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માનું છું.
બીજી તરફ જાણીતા વકીલ જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે સરકારે 14 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. જેમાં બે દેશદ્રોહના કેસ છે. આ કેસમાં હાર્દિક પોતે તહોમતદાર છે. આ સિવાય અન્ય 12 કેસો પણ પાછા લેવાનો સરકારે નિર્ણય લીધો હતો. હું તેની રાજકીય રીતે કોઇ તુલના કર્યા સિવાય એટલા માટે આવકારું છું કેમ કે જે તે સમયે આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા. અને જો સરકારને આટલા સમય પછી શાણપણ સૂઝ્યું હોય તો મોડા તો મોડા હું સરકારના નિર્ણયની ટીકા નહીં કરું.
જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે, સરકારે 14 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. જેમાં બે દેશદ્રોહના કેસ છે. આ કેસમાં હાર્દિક પોતે તહોમતદાર છે. આ સિવાય અન્ય 12 કેસો પણ પાછા લેવાનો સરકારે નિર્ણય કર્યો છે. હું આ બાબતે રાજકીય રીતે કોઇ તુલના કર્યા સિવાય આવકારું છું કારણ કે, જે તે સમયે આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા. જો તમે હાર્દિક અને તેના સાથીદાર સામેના કેસ પાછા ખેંચો છો તો નાના માણસો વિરુદ્ધ કરવામાં આવેલ કેસ પણ પાછા ખેંચો, એ લોકોએ શું ગુનો કર્યો છે. તમારે યુદ્ધના ધોરણે તમામ કેસો પરત ખેંચી લેવા જોઇએ અને નાના માણસોને પણ ન્યાય આપવો જોઇએ.
