જીએસટી ઇન્ટેલિજન્સ મેદાનમાં, ડ્રીમ 11 ને 25 હજાર કરોડની નોટિસ
દેશમાં ઓનલાઇન રિયલ મની ગેમિંગ ક્ષેત્રમાં કામ કરતી આશરે એક ડઝન કંપનીઓને જીસટીના ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ એ પ્રી-શોકોઝ નોટિસ એટલે કે અગાઉથી કારણદર્શક નોટિસ ફટકારી છે. મોટી વાત એ છે કે આ નોટિસ આશરે 55000 કરોડ રૂપિયાની હતી.
અહેવાલમાં જણાવાયું છે કે ફેન્ટ્સી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ 11ને આશરે 25000 કરોડ રૂપિયાની જીએસટીની નોટિસ ફટકારાઈ છે જે કદાચ દેશમાં આપવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ઈનડાયરેક્ટ નોટિસ હોઈ શકે છે. આ મામલે જાણકારી ધરાવતા લોકોએ આ માહિતી આપી હતી.
એક અહેવાલ અનુસાર આવનારા અઠવાડિયાઓમાં આવી ઘણી નોટિસો ફટકારવામાં આવી શકે છે. તેનાથી રિયલ મની ગેમિંગ કંપનીઓને મળનાર જીએસટી ડિમાંડ નોટિસનો આંકડો વધીને 1 લાખ કરોડ રૂપિયાને વટાવી શકે છે.
અધિકારીઓ દ્વારા ડીઆરસી-01A ફોમર્ના માધ્યમથી ચૂકવવાના થતા ટેક્સ માટે નોટિસ ઈશ્યૂ કરવામાં આવે છે અને GSTની ભાષામાં તેને પ્રી-શૉ કોઝ નોટિસ કહેવાય છે. આ આવકવેરા વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ આવે તે પહેલા ઈશ્યૂ કરવામાં આવે છે.