ગૂગલ ભારતમાં 15 અબજ ડોલરનું જંગી રોકાણ કરશે : વિશાખાપટનમના IT હબમાં ગૂગલનું US પછીનું સૌથી મોટું ડેટા સેન્ટર બનશે
યુએસની ટેક જાયન્ટ કંપની ગૂગલ આગામી પાંચ વર્ષમાં ભારતમાં કુલ 15 અબજ ડોલર (લગભગ 1.25 લાખ કરોડ રૂપીયા)નું રોકાણ કરશે. આ રોકાણ હેઠળ આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં ગૂગલનું પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હબ અને ગીગાવોટ સ્તરના ડેટા સેન્ટર વિકસાવવામાં આવશે. કંપનીના CEO અને ભારતીય મૂળના ઉદ્યોગપતિ સુંદર પિચાઈએ આ બાબતે મંગળવારે સીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માહિતી આપી.
ગૂગલે જણાવ્યું છે કે વિશાખાપટનમનો આ પ્રોજેક્ટ અમેરિકા બહારનો સૌથી મોટો AI અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનશે. અહીં માત્ર અતિ આધુનિક ડેટા સ્ટોરેજ અને AI કમ્પ્યુટ સુવિધાઓ જ નહીં, પરંતુ સમુદ્ર દ્વારા જોડાયેલું નવું ઇન્ટરનેશનલ subsea internet ગેટવે અને એનર્જી નેટવર્ક પણ ઉભું કરાશે. આ પ્રોજેક્ટ દ્વારા સમગ્ર દક્ષિણ એશિયામાં ડિજિટલ ક્ષમતા અને AI ડેવલપમેન્ટને ગતિ મળશે.
આ પણ વાંચો :ચાંદીનો ભાવ ભલે પોણા બે લાખ થયો, સોસાયટીના સભ્યોને 100 ગ્રામ ચાંદીના સિક્કાની ભેટ: અમદાવાદની 96 વર્ષ જૂની સોસાયટીએ પરંપરા જાળવી
સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે “આ હબ દ્વારા અમે ભારતના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સામાન્ય યુઝર્સને વિશ્વસ્તરીય AI ટેકનોલોજી પહોંચાડી શકીશું, જે વિકાસને નવી દિશા આપશે.” ગૂગલના જણાવ્યા મુજબ, આ રોકાણ ‘વિક્સિત ભારત 2047’ વિઝન સાથે સુસંગત છે અને ભારતમાં AI સેવાઓના ઝડપી વિસ્તરણમાં મોખરાની ભૂમિકા ભજવશે.
આંધ્ર પ્રદેશ સરકાર અને ગૂગલ વચ્ચે આ હેતુસર સત્તાવાર કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકાર માને છે કે આ ડેટા સેન્ટરથી લાખો રોજગાર તકો ઊભી થશે અને ભારત વૈશ્વિક AI નકશા પર મજબૂત સ્થાન મેળવશે.
આ પણ વાંચો :વારંવાર ટ્રાફિક રૂલ્સ તોડનારા અને ઈ-ચલણ નહી ભરનારના વાહન જપ્ત થશે : ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા હાથ ધરાઈ કવાયત
વિશાખાપટનમ IT હબ શું છે?
આંધ્ર પ્રદેશનું વિશાખાપટનમ છેલ્લા થોડા વર્ષોમાં દક્ષિણ ભારતનું ઊભરતું ટેક ડેસ્ટિનેશન ગણાય છે. અહીં કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને આઈટી અને ડિજિટલ સર્વિસીઝ માટે વિશેષ ઝોન વિકસાવી રહી છે, જેમાં બહુરાષ્ટ્રીય ટેક કંપનીઓને ડેટા સેન્ટર, AI રિસર્ચ લેબ્સ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે સીધી પ્રોત્સાહક નીતિઓ આપવામાં આવે છે. સરકારી અંદાજ મુજબ આવતા પાંચ વર્ષમાં માત્ર આ હબમાંથી જ એક લાખથી વધુ હાઇ-સ્કિલ નોકરીઓ સર્જાઈ શકે છે.દક્ષિણ-પૂર્વ એશિયા તરફ ડિજિટલ ગેટવે તરીકે પણ વિશાખાપટનમને વિકસાવવાની યોજના છે, જેથી વિશ્વની મોટી ટેક કંપનીઓમાં ભારતની AI અને ડેટા પાવર હાઉસ તરીકેની ઓળખ સ્થાપિત થાય.
