ભારતીયો માટે ખુશખબર, હવે વિઝા વિના થાઈલેન્ડ જઈ શકાશે
સરકારી પ્રવક્તાની જાહેરાત, આવતા વર્ષ મે માસ સુધી છૂટ રેહશે, તાઈવાનના નાગરિકો માટે પણ સુવિધા, 30 દિવસ સુધી વિઝા વિના રોકાઈ શકાશે
તહેવારના દિવસો હોય કે ના હોય પણ થાઈલેન્ડ ફરવા જનારા ભારતીયોની સનાંખ્યાં દર વર્ષે વધી રહી છે અને થાઈલેન્ડની સરકારને પણ આવકની જરૂર છે ત્યારે ભારતીય અને તાઈવાનના પર્યટકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. હવે આગામી દિવસોમાં એમને થાઈલેન્ડની યાત્રા કરવા માટે વિઝાની જરૂર નહીં પડે.
હવે ભારતીયો અને તાઈવનના લોકો 30 દિવસ માટે વિઝા વિના જ થાઈલેન્ડ પ્રવાસ કરી શકશે. 10 નવેમ્બરથી આ વિઝા ફ્રી મુસાફરીની સુવિધા શરૂ થશે અને આવતા વર્ષના મે સુધી મળતી રહેશે. થાઈલેન્ડની સરકાર દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ વિઝામુક્તિ આપવામાં આવી છે તેમ સરકારી પ્રવક્તાએ જાહેર કર્યું હતું. વિઝા છૂટ અને પર્યટકો માટે રોકાવાની અવધિ ને લંબાવવામાં આવશે.
અત્યારે ભારતના યાત્રિકોએ 2 દિવસના થાઈલેન્ડ વિસા માટે 2000 ભાટ એટલે કે 57 ડોલરનું પેમેન્ટ કરવું પડે છે. થાઈલેન્ડની સરકાર આવતા વર્ષે મળતી મહેસૂલી આવકને 3.3 ટ્રિલિયન ભાટ સુધી વધારવા માંગે છે.
આ પહેલા સપ્ટેમ્બરમાં થાઈલેન્ડે ચાઈનીઝ પ્રવાસીઓ માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી દીધી હતી. ચીનના પ્રવાસીઓ મોટી સંખ્યામાં થાઈલેન્ડ આવે છે. હાલમાં થાઈલેન્ડમાં ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ છે.
સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરીથી 29 ઓક્ટોબર સુધીમાં કુલ 2.2 કરોડ પ્રવાસીઓ થાઈલેન્ડ આવ્યા હતા. આ પર્યટકોએ દેશની અર્થવ્યવસ્થામાં 25 અબજ ડોલરથી વધુનું યોગદાન આપ્યું છે. થાઈ સરકારના પ્રવક્તા ચાઈ વાચારોન્કેના જણાવ્યા અનુસાર, ભારત અને તાઈવાનથી આવનારા લોકો થાઈલેન્ડમાં 30 દિવસ સુધી વિઝા વગર રહી શકે છે. આ વર્ષે ભારતમાંથી લગભગ 12 લાખ પ્રવાસીઓ થાઈલેન્ડ આવ્યા છે. ભારત પહેલાં થાઈલેન્ડ માટે ત્રણ સૌથી મોટા પ્રવાસી સ્ત્રોત દેશો મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા છે.