ભાઈજાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ : સલમાનની સિકંદર OTT ઉપર રિલીઝ થવા તૈયાર, જાણો ક્યાં અને ક્યારે જોવા મળશે ફિલ્મ
સલમાન ખાનની એક્શન-ડ્રામા ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચ 2025ના રોજ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે, ઉત્સવના વાતાવરણમાં પણ, ફિલ્મ ભાઈજાનની ફિલ્મો પાસેથી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગઈ. છતાં, બોક્સ ઓફિસના આ ‘સુલતાન’નું પોતાનું આકર્ષણ છે. બધી ટીકાઓ અને ટ્રોલિગ છતાં, ‘સિકંદર’ એ દેશમાં રૂ. 110.06 કરોડનું ચોખ્ખું કલેક્શન કર્યું અને વિશ્વભરમાં રૂ. 184.89 કરોડનો કુલ બિઝનેસ કર્યો. હવે વાત એવી છે કે લગભગ બે મહિના પછી, તે ઓટીટી પર રિલીઝ થવાની તૈયારી કરી રહ્યું છે.
‘ગજની’ ફેમ એઆર મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત, ‘સિકંદર’નું બજેટ 200 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ભલે તે થિયેટરોથી તેનો ખર્ચ વસૂલ કરી શક્યું ન હતું, પણ ઓટીટી ડિલ્સ, ટવી ટીવી પર ટેલિકાસ્ટ માટેના સેટેલાઈટ રાઇટ્સ અને સંગીત રાઈટ્સનો આભાર, તેણે રિલીઝ પહેલા જ તેના બજેટનો મોટો ભાગ વસૂલ કરી લીધો હતો. ‘સિકંદર’ રિલીઝ થાય તે પહેલાં જ, એવા અહેવાલ હતા કે નિર્માતાઓએ ઓટીટી પર તેની રિલીઝ માટે 85 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો.
સાજિદ નડિયાદવાલાની નડિયાદવાલા એન્ડ ગ્રેન્ડસન્સના બેનર હેઠળ બનેલી ‘સિકંદર’ની ઓટીટી રિલીઝ અંગે નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ‘પિંકવિલા’ના એક અહેવાલમાં જણાવાયું છે કે આ ફિલ્મ આ મહિનાના અંતમાં 25 મે 2025ના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ શકે છે.