Good News : આ ફ્લાઇટમાં મુસાફરી કરનાર દરેક પેસેન્જરને ભેટમાં મળશે 1000 રૂપિયા, જાણો સમગ્ર માહિતી
રાજસ્થાનનાં કિશનગઢથી અમદાવાદ વચ્ચે આગામી પહેલી માર્ચથી હવાઈ સેવા શરુ થઇ થઇ છે. ડીજીસીએ તરફથી મંજુરી મળી જતા હવે ઈન્ડીગો એરલાઈન્સ ટૂંક સમયમાં ટાઈમટેબલ જાહેર કરશે. દરમિયાન રસપ્રદ વાત એ છે કે, આ ફ્લાઈટમાં મુસાફરી કરનાર દરેકને માર્બલ એસોસિએશન તરફથી એક-એક હજાર રૂપિયા ભેટ આપવામાં આવશે.

ઈન્ડિગો એરલાઈન્સે સોમવારથી એરપોર્ટ પર તેની ઓફિસ વગેરે અંગે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અત્યાર સુધી કિશનગઢથી હિંડોન (દિલ્હી), નાગપુર, પુણે, હૈદરાબાદ અને લખનૌ સુધી હવાઈ સેવા ઉપલબ્ધ છે.
કિશનગઢ માર્બલ એસોસિએશન આ હવાઈ સેવાને પ્રોત્સાહન આપવા માટે આગળ આવ્યું છે. મુસાફર દ્વારા બોર્ડિંગ પાસ રજૂ કરવા પર ચેક દ્વારા રૂ. 1,000 નું પ્રોત્સાહન આપવામાં આવશે.;જો કે, માર્બલ એસોસિએશન કેટલા સમય સુધી આ પ્રોત્સાહન ચાલુ રાખશે તે અંગે કોઈ ચોખવટ થઇ નથી.