ગુડ ન્યૂઝ : તલાકની અફવા વચ્ચે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સરખા રંગના કપડાં પહેરીને એકસાથે જોવા મળ્યા, ફોટા થયા વાયરલ
છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાના સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના સંબંધોમાં કઈ સરખું ચાલી રહ્યું નથી. જોકે, આ અંગે અભિષેક કે ઐશ્વર્યા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ હવે બંનેની કેટલીક તસવીરો સામે આવી છે જે જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા છે તેમજ ફેન્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઐશ્વર્યા-અભિષેક સાથે જોવા મળ્યા
ફોટામાં બંને એકસાથે અને ખુશ દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં ફિલ્મ પ્રોડ્યુસર અનુ રંજને એક ઈવેન્ટના ફોટો શેર કર્યા છે જેમાં ઐશ્વર્યા અને અભિષેક સાથે જોવા મળે છે.
ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે સેલ્ફી લીધી
6 ડિસેમ્બરે ફિલ્મ નિર્માતા અનુ રંજને ઈન્સ્ટાગ્રામ પર એક શાનદાર તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેઓ અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને તેમની માતા બૃંદા રાય સાથે નજરે પડી રહ્યા છે. તસવીરમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય ખુશ દેખાઈ રહ્યા છે. ઈવેન્ટમાં કપલે એકબીજાને મેચિંગ આઉટફિટ્સ પહેર્યા હતા. બંનેને લાંબા સમય બાદ સાથે જોઈને દર્શકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

અભિનેત્રી આયેશા જુલ્કાએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં ઐશ્વર્યા અને અભિષેક સાથે જોવા મળે છે. કેટલીક તસવીરોમાં બંને સાથે ઉભા છે તો કેટલીક તસવીરોમાં ઐશ્વર્યા સેલ્ફી લઈ રહી છે અને અભિષેક પોઝ આપી રહ્યો છે.
ચાહકોની પ્રતિક્રિયા
બંનેને સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે અને ઈચ્છે છે કે તેઓ આ રીતે સાથે રહે. કોઈએ લખ્યું કે તમે બધાની માનસિકતા બદલી નાખી છે. કોઈએ લખ્યું કે તમે બધી નકલી અફવાઓને બંધ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ આ અફવાઓને એ સમયે વેગ મળ્યો જ્યારે ઐશ્વર્યા એક ઈવેન્ટમાં પહોંચી અને તેના નામની આગળ પાછળ બચ્ચન સરનેમ નહોતી . બંને ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા ન હતા અને સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની ઘણી પોસ્ટમાંથી અભિષેક ગાયબ છે.