ગોંડલ : ‘તે મારું નાક કપાવ્યું’ તેવું કહીં પત્નીને આડેધડ છરીના ઘા ઝીંકી પતાવી દીધી…!!
ગોંડલમાં પત્ની બાળકોને લઈ અન્ય સાથે ભાગી જતાં પતિએ ‘તે મારું નાક કપાવ્યું’ તેવું કહીં પત્ની’ને છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી દેતા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટના અંગે પોલીસે આરોપી પતિ દિનેશ ડાભી સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે..
મળતી વિગતો મુજબ, મૃતક મનીષાબેન દિનેશ ડાભીના ભાઈ રવી સોલંકીએ બનવા અંગે ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમની બહેન મનીષાએ પાંચ વર્ષ આગાઉ ગોંડલના વોરા કોટડા રોડ ઉપર આવેલ પંચપીરની ધાર વિસ્તારમાં રહેતા દિનેશ ડાભી સાથે લગ્ન કર્યા હતા.તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. દિનેશ અવારનવાર દારૂ પી ઝઘડા કરતો હોય જેથી દંપતી વચ્ચે ઝઘડો ચાલતા હોય ત્યારે મનીષા તેના કુટુંબીકભાઈ વિજય ઉર્ફ ભયાલા સાથે બંને સંતાનોને લઈને ૨૦ દિવસ અગાઉ અમદાવાદ ભાગી ગઈ હતી.

જે બાદ આરોપી પતિ દિનેશ ઉર્ફ મદ્રાસ ડાભીએ મનીષા સાથે સમાધાન કરીને પાછી ઘરે લઈ આવ્યો હતો.દરમિયાન ગોંડલ બાલાશ્રમ નજીક આરોપીના માતાજીના મઢે માંડવો હોય ત્યારે શુક્રવારે રાત્રિના ૧૦ વાગ્યે દિનેશે પત્નીએ મનીષાને ચાલુ માંડવામાં બહાર બોલાવી ‘ તે મારું નાક કપાવ્યું હું પણ તારું નાક કપાવિશ તેવું કહીને પોતાના નેફામાંથી છરી કાઢી હુમલો કર્યો હતો. અચાનક થયેલ આ હુમલાથી બચવા મનીષા ભાગવા જતા ખૂંખાર બનેલા પતિએ તેણીના વાસાના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા. બૂમાબૂમ થઈ જતાં ફરિયાદી રવી સહિતના પરિવારના લોકો દોડી જઇ તેણીને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અહી હાજર તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.
બનવા અંગે મૃતક મહિલાના ભાઈના નિવેદનના આધારે ગોંડલ સીટી પોલીસે આરોપી પતિ દિનેશ ઉર્ફ મદ્રાસ જીતુભાઈ સોલંકી સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.