સોનામાં 24 કલાકમાં રુ. 1500નો ઉછાળો: ઐતિહાસિક સપાટીથી સોનીબજારમાં સોંપો,ચાંદીનાં ભાવ પણ આસમાને
સોનાનાં ભાવમાં ઉછાળા સાથે 24 કલાકમાં 10 ગ્રામે 1500 રૂપિયાનો વધારો નોંધાયો છે,સોના ચાંદીના ભાવમાં તેજીએ આગેકૂચ જાળવી રાખી મંગળવારે સોનાની સપાટી ઐતિહાસિક ઊંચકાય છે અને એક દિવસમાં 1500 ના વધારા સાથે 10 ગ્રામ સોનાનો ભાવ 1,12,830 એ આવી 1,13,000 જતાં સોનાની ખરીદીમાં તીવ્ર ઘટાડો આવી ગયો છે.
આ પણ વાંચો : નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં! રડતાં-રડતાં મહિલાએ મદદ માંગી : PM ઓલી દુબઈ ભાગ્યા હોવાની ચર્ચા, સ્થિતિ સ્ફોટક
જ્યારે ચાંદીનો ભાવ પર 1 કિલોએ રૂ.1,27,000 એ આવી ગયો છે,આ ભાવને પગલે સોનીબજારમાં કાગડા ઉડવા લાગ્યા છે.તહેવારોમાં ખરીદી નીકળશે તેવી વેપારીઓએ આશા મૂકી દીધી છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે 40 ટકા ઉછાળો આવ્યો છે.આગામી સમયમાં તહેવારો અને લગ્નની સિઝન શરૂ થશે ત્યારે 10 દિવસમાં 10 ટકા જેટલો વધારો થયો છે.
આ પણ વાંચો : રાજકોટ જનાક્રોશથી ‘જાયન્ટ’ પોલીસ હળવી પડી : ‘સાયલન્ટ’ રીતે હેલ્મેટના ઈ-મેમો ચાલુ! હવે કેમેરા દંડશે
આજે ભારતીય બજારોમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો
આજે ભારતીય બજારોમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીમાં વધારો જોવા મળ્યો છે. બુધવારે (10 સપ્ટેમ્બર) સવારે, સ્થાનિક વાયદા (MCX) માં ઘટાડા સાથે સોનાનો વેપાર જોવા મળ્યો. 3 ઓક્ટોબરના સોનાનો કોન્ટ્રેક્ટ 0.24% ઘટીને 1,08,775 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. આ દરમિયાન, સોનાનો ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તર 1,09,016 રૂપિયા અને નીચલું સ્તર 1,08,668 રૂપિયા હતો.